રણવીર અને સમયના બચાવમાં આવ્યો કૉમેડિયન સાયરસ ભરૂચા

24 February, 2025 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ શોમાં જે કમેન્ટ કરવામાં આવી હતી એના માટે તેમને ક્રિમિનલ ન ગણી લેવા જોઈએ

સાયરસ ભરૂચા

સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ’ શોમાં રણવીર અલાબાદિયાએ અશ્લીલ ટિપ્પણી કરતાં એને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે ત્યારે એમટીવી બકરાના શો દ્વારા જા‌ણીતા થયેલા કૉમેડિયન સાયરસ ભરૂચાએ આ બાબતે કહ્યું છે કે સમયે રૈના અને રણવીરને તેમણે કરેલી એ કમેન્ટ બદલ ક્રિમિનલ ગણી લેવા યોગ્ય નથી.

એક ટીવી પ્રોગ્રામમાં સાયરસે તેમની તરફેણ કરતાં કહ્યું હતું કે ‘ભારતમાં બે શબ્દો, એક તો પરંપરા અને બીજો સંસ્કૃતિનો બહુ જ ઉપયોગ થાય છે. મારી પરંપરા, મારી મોરાલિટી એ તમારી મોરાલિટીથી જુદી છે. હું એમ પૂછીશ કે કેટલા લોકોએ પૉર્ન જોયું છે? અથવા આપણે એમ કહીએ કે કેટલા લોકોએ પૉર્ન નથી જોયું? આ પણ ગેરકાયદે જ છે. તો આપણે આ શું કરી રહ્યા છીએ? આ શું બધું નૉનસેન્સ માંડ્યું છે? જ્યારે ઇન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે તો પછી આને કઈ રીતે તમે ખરાબ કહી શકો? આ રોસ્ટ શો છે, આમાં લોકો આવું બોલતા હોય છે. આ શો વિદેશના ટૉની બિન્ચક્લીફના શો ‘કિલ ટૉની’ની કૉપી છે, ઘણા લોકોને એની જાણ પણ છે. મને નથી લાગતું સમય રૈના અને રણવીર અલાબાદિયાને ક્રિ​મિનલની જેમ ટ્રીટ કરવા જોઈએ, નહીં તો તેમની કારકિર્દીનો અંત આવી જશે.’   

mumbai news mumbai Crime News mumbai crime news ranveer allahbadia mumbai police youtube