03 August, 2025 01:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સાંજે ચારકોપચા રાજા અને કાર્ટર રોડચા રાજાની ચારકોપ સિગ્નલ પર સાથે મહાઆરતી થઈ હતી.
કાંદિવલી, ચારકોપ અને બોરીવલીનાં ત્રણ મંડળોએ માઘી ગણેશોત્સવ સમયે સ્થાપિત કરેલી ગણેશમૂર્તિઓનું ૧૭૭ દિવસ પછી ગઈ કાલે ઢોલ અને ઝાંઝના નાદ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું. હાઈ કોર્ટે કુદરતી જળાશયોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની ઊંચી મૂર્તિઓનું વિસર્જન કરવાની મંજૂરી આપ્યા બાદ આ મૂર્તિઓના વિસર્જનનો માર્ગ મોકળો થયો હતો.
ગઈ કાલે મહાવીરનગરમાં કાંદિવલીચા શ્રીની વિસર્જનયાત્રામાં જનમેદની જોવા મળી હતી. તસવીર : નિમેશ દવે
ગઈ કાલે મોડી રાતે દહાણુકરવાડી અને માર્વે બીચ પર ત્રણે મૂર્તિઓને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ચારકોપના ચારકોપચા રાજા, કાંદિવલીના કાંદિવલીચા શ્રી અને બોરીવલીના કાર્ટર રોડચા રાજાની મૂર્તિઓનું ગઈ કાલે મોડી રાતે ભક્તિમય વાતાવરણમાં વિસર્જન થયું હતું.