29 June, 2023 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
થાણેમાં ઉચ્ચ વળતરનું વચન આપીને બે વ્યક્તિ સાથે ૩૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ એક દંપતી સામે પોલીસે કેસ નોંધ્યો છે. કલ્યાણના કડકપાડા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસરે જણાવ્યું હતું કે ‘આરોપી વિશાંત વિશ્વાસ ભોઈર અને પૂજા વિશાંત ભોઈર મેસર્સ સાંઈ ઍડ્વાઇઝરી ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ નામની કંપની ચલાવતાં હતાં. ડિસેમ્બર ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૩ વચ્ચે તેમણે કથિત રીતે બે વ્યક્તિ પાસેથી દર અઠવાડિયે તેમના રોકાણ પર ૧૦ ટકા વળતરની ખાતરી આપીને ૩૦ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં આરોપીઓએ ન તો રોકાણકારોને કોઈ વળતર ચૂકવ્યું હતું કે ન તો મૂળ રકમ પાછી આપી હતી.’
મંગળવારે દાખલ કરાયેલી ફરિયાદને ટાંકીને અધિકારીએ કહ્યું હતું કે ‘અગાઉ તેઓ બહાનાં આપી રહ્યાં હતાં અને બાદમાં તેમનો સંપર્ક નહોતો થઈ શકતો.’