મુંબઈમાં પાણી ૮ ટકા મોંઘું થવાની શક્યતા

26 January, 2025 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૪-’૨૫માં BMCના ૫૯,૯૫૫ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી ૩૧,૭૭૫ કરોડ રૂપિયા તો ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર જ ખર્ચ કર્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું બજેટ પાંચ ફેબ્રુઆરીએ આવવાનું છે. ‍શુક્રવારે મીડિયા સાથેની ટી-પાર્ટીમાં પત્રકારો સાથે અનૌપચારિક વાતો કરતી વખતે BMCના કમિશનર-ઍડ્‍મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે આ વર્ષે ટૅક્સમાં કોઈ વધારો થાય એવી શક્યતાઓ નથી, પણ પાણીના ચાર્જિસમાં ૮ ટકાના વધારો થઈ શકે છે.

ભૂષણ ગગરાણીએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોવાથી કૅપિટલ એક્સપે​ન્ડિચર વધી રહ્યું છે. ૨૦૨૪-’૨૫માં BMCના ૫૯,૯૫૫ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી ૩૧,૭૭૫ કરોડ રૂપિયા તો ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર જ ખર્ચ કર્યા હતા. આવનારાં ચારથી પાંચ વર્ષમાં એ કૅપિટલ વર્ક્સનું પેમેન્ટ કરવાનું છે. જોકે એ માટે ઑલરેડી દર વર્ષે કેટલીક રકમ સાઇડ પર કાઢવામાં આવશે એથી એની ચિંતા નથી.’

ખર્ચને પહોંચી વળવા BMCનો પ્લૉટ વેચીને નાણાં ઊભાં કરવાનો પણ વિકલ્પ વિચારાઈ રહ્યો છે. એ ઉપરાંત BMC એની આવકમાં વધારો કરવા સરકાર પાસે પ્રૉપર્ટી ટૅક્સ અને વૉટર ચાર્જિસમાં વધારો કરવા વિનંતી કરશે એમ તેમણે જણાવ્યું હતું.

mumbai water levels brihanmumbai municipal corporation goods and services tax news mumbai mumbai news