બંગલાદેશની ઍરલાઇન્સના પ્લેનનું નાગપુરમાં થયું ઇમર્જન્સી લૅન્ડિંગ

21 February, 2025 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ આવી જવાને લીધે ડાઇવર્ટ કરીને નાગપુર ઉતારવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ ગઈ કાલે બીજા પ્લેનમાં પૅસેન્જરોને દુબઈ લઈ જવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

બંગલાદેશ ઍરલાઇન્સના ૩૯૬ પૅસેન્જરોને લઈને ઢાકાથી દુબઈ જઈ રહેલા પ્લેનને બુધવારે મધરાત બાદ નાગપુર ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ આવી જવાને લીધે ડાઇવર્ટ કરીને નાગપુર ઉતારવામાં આવ્યું હતું. જોકે ત્યાર બાદ ગઈ કાલે બીજા પ્લેનમાં પૅસેન્જરોને દુબઈ લઈ જવામાં આવ્યા હતા.

bangladesh dubai dhaka nagpur tech news airlines news travel travel news news mumbai mumbai news