28 January, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવંતિ અપાર્ટમેન્ટ્સને ૨૫ જાન્યુઆરીએ ૫૦ વર્ષ પૂરાં થયાં
સાયન-ઈસ્ટમાં કૉમરેડ હરબંસલાલ માર્ગ પર આવેલા અવંતિ અપાર્ટમેન્ટ્સને ૨૫ જાન્યુઆરીએ ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ગણતંત્ર દિવસે સ્પોર્ટ્સ-ડેનું તિરંગાની થીમ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક પાયલ શાહે કહ્યું હતું કે ‘અવંતિ અપાર્ટમેન્ટ્સ મુંબઈની આઇકૉનિક હાઇરાઇઝ સોસાયટી છે, જેમાં મુખ્યત્વે ગુજરાતી અને પંજાબીઓ રહે છે. બે વિન્ગની સોસાયટીમાં રહેતા પાંચથી ૭૫ વર્ષ સુધીના રહેવાસીઓએ ૭૬મા ગણતંત્ર દિવસ નિમિત્તે આયોજિત સ્પોર્ટ્સ-ડેમાં સૅક રેસ, લેમન ઍન્ડ સ્પૂન રેસ સહિત વિવિધ પ્રકારની રમતોમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.’
દેશભક્તિના રંગે રંગાયાં મુંબાદેવી માતા
ભારતના ૭૬મા ગણતંત્ર દિવસ નિમિત્તે રવિવારે મુંબાદેવી માતાની મૂર્તિ સહિત આખા મંદિરને ઑરેન્જ, સફેદ અને લીલા રંગથી સજાવવામાં આવતાં મંદિરમાં દેશભક્તિનો માહોલ ઊભો થયો હતો.