Badlapur Encounter: આદિત્ય ઠાકરે, સંજય રાઉતના આકરા સવાલ, સરકાર કોને બચાવે છે?

24 September, 2024 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આદિત્ય ઠાકરે બગડ્યા, સોશ્યલ મીડિયા પર કર્યા આકરા સવાલો શિંદે-ભાજપા સરકાર બદલાપુરમાં થયેલા બળાત્કાર કેસમાં કોને બચાવવા માટે મરણિયા પ્રયાસ કરે છે, સંજય રાઉતે પણ માર્યું મહેણું

પોલીસ કસ્ટડીમાં અક્ષય શિંદે - ફાઇલ તસવીર - નવનીત બારહટે

બદલાપુરની એક શાળામાં થયેલા યૌન શોષણના કેસમાં આરોપી અક્ષય શિંદેને 23 સપ્ટેમ્બરે મુંબ્રા બાયપાસ પર પોલીસે ગોળી મારી દીધી હતી. શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ 24 સપ્ટેમ્બરના રોજ ભાજપ-એકનાથ શિંદે વહીવટીતંત્ર જ્યાં આ ઘટના ઘટી હતી તે બદલાપુર શાળા પ્રશાસન સાથે સંકળાયેલી અમુક વ્યક્તિઓને રક્ષણ આપે છે તેમ કહી આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઠાકરેએ બદલપુર એન્કાઉન્ટરના એક દિવસ પછી આ ટિપ્પણી કરી છે. આરોપી અક્ષય શિંદેની 23 સપ્ટેમ્બરે મુંબ્રા બાયપાસ પર પોલીસે ગોળી મારીને હત્યા કરી હતી.

આદિત્ય ઠાકરેએ શાળાના ટ્રસ્ટીઓની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો :છે. જેઓ કથિત રીતે વહીવટ સાથે જોડાયેલા છે તેમને શા માટે આ ઘટનાની જવાબદારીમાંથી મુક્તિ અપાઇ છે તેવો સવાલ તેમણે કર્યો.

ભૂતપૂર્વ પ્રધાને શિંદે સેનાના નેતા વામન મ્હાત્રે વિશે પણ મુદ્દો ઉઠાવ્યો હતો, જેમણે અસંવેદનશીલ ટિપ્પણી સાથે આ મુદ્દાને આવરી લેવાના પત્રકારના ઉદ્દેશ્ય પર કથિત રીતે પ્રશ્ન કર્યો હતો. ઠાકરેએ મ્હાત્રે સામે કાર્યવાહીની ન થઇ હોવાની બાબતને વખોડી કાઢી અને તેમને બચાવવાના શાસનના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા.

ઠાકરેએ નાગરિકોની સાથેના વહેવાર અંગે પણ જવાબ માગ્યો કારણકે આ એ લોકો છે જેમણે પોલીસ દ્વારા કથિત રીતે એક અઠવાડિયા સુધી પીડિતા સામે કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યા પછી વિરોધ કર્યો હતો. બાદમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ગુનેગારોની જેમ હેન્ડલ કરવામાં આવ્યા હતા, જેના કારણે ખાસ્સો વિવાદ થયો હતો. ઠાકરેએ પૂછપરછ કરી કે શું શાસક પક્ષ પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી પડતી મુકશે, આરોપો હટાવશે કે કે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે તો માત્ર વિરોધ જ પ્રદર્શિત કર્યો હતો.

સખત શબ્દોમાં સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઠાકરેએ લખ્યું, ખરો પ્રશ્ન એ છે: 1) બદલાપુર શાળાના ટ્રસ્ટીઓ ક્યાં છે? શા માટે તેઓ bjp-મિંધે (એકનાથ શિંદે) શાસન દ્વારા સુરક્ષિત છે? 2) મિંધેના લોકલ માણસ- વામન મ્હાત્રેનું શું જેણે એક પત્રકારને પ્રશ્ન પૂછ્યો હતો કે તેણી આ ઘટના પર કેમ સવાલ કરી રહી છે કે જાણે તેની પર બળાત્કાર થયો હોય.  તેને કેમ સલામત રખાય છે?
તેણે આગળ લખ્યું, "3) વિરોધ કરનારા નાગરિકો સામેના કેસ પાછા લેવામાં આવશે? તેમની સાથે ગુંડાઓ જેવું વર્તન કરવામાં આવ્યું. તેઓ ફક્ત એક અઠવાડિયાથી પોલીસ દ્વારા પીડીતા તરફી ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરવા સામે વિરોધ કરી રહ્યા હતા? પોલીસ સ્ટેશન કોને બચાવવા પ્રયત્ન કરી રહ્યું હતું?"
બદલાપુર એન્કાઉન્ટર બાદ આદિત્ય ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો કે, "એવું લાગે છે કે શાળાના ટ્રસ્ટીઓ ભાજપ સાથે જોડાયેલા છે. અને તેમને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. શું તે સાચું છે? શું શાસન જવાબ આપશે," આદિત્ય ઠાકરેએ બદલાપુર એન્કાઉન્ટર પછી પ્રશ્ન કર્યો.


આ દરમિયાન સંજય રાઉતે બદલાપુર એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહારાષ્ટ્રએ સત્ય જાણવું જોઈએ. તેમણે એક વીડિયો શેર કરીને અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને X (અગાઉ ટ્વિટર)પર ટેગ કરીને લખ્યું, "તેમણે પોલીસ પર હુમલો કર્યો? જ્યારે પોલીસ અક્ષય શિંદેને લઈ ગઈ ત્યારે તેના હાથ બાંધેલા હતા અને તેનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો હતો. તો, ખરેખર શું થયું? શિંદે અને ફડણવીસ કોને બચાવી રહ્યા છે?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) કલવા-મુંબ્રાના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે પોલીસના વર્ઝનને `પાયાવિહોણું` ગણાવ્યું હતું અને પ્રશ્ન કર્યો હતો કે, "હથકડી પહેરેલ આરોપી પોલીસકર્મીની રિવોલ્વર છીનવીને તેના પર ગોળીબાર કેવી રીતે કરી શકે છે જ્યારે પાંચ વધુ પોલીસકર્મીઓ આસપાસ હોય ત્યારે?"આવ્હાડે દાવો કર્યો હતો કે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન બદલાપુર એન્કાઉન્ટરનો સંપૂર્ણ શ્રેય સત્તાધારી પક્ષ લેશે. "એ ચોક્કસ છે કે તેમણે આ હત્યા પ્લાન બનાવીને કરી છે."  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે શાળામાં જાતીય શોષણની ઘટના બની હતી તે શાળા કોની માલિકીની છે તે દરેકને ખબર છે. "એ આપ્ટે કોણ છે?" તેણે પ્રશ્ન કર્યો.

aaditya thackeray eknath shinde sanjay raut mumbai thane crime Crime News mumbai crime news jitendra awhad badlapur sexual crime thane