આજથી વેસ્ટર્ન લાઇનની ટ્રેનોમાં ૪૮ ડબ્બા ઉમેરાયા

19 March, 2026 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ ટ્રેનોમાં વધારાના ૩ કોચ ઉમેરીને ૧૫ ડબ્બાની ટ્રેન બનાવવામાં આવી, હજારો મુસાફરોને સમાવવાની ક્ષમતા વધી

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં આજે ગુઢીપાડવાના દિવસથી ૧૬ ટ્રેનોમાં વધારાના ૩ કોચ ઉમેરીને ૧૫ ડબ્બાની ટ્રેન બનાવવામાં આવી છે. આ નવા ફેરફાર સાથે વેસ્ટર્ન રેલવે સબર્બન નેટવર્કમાં ૧૫ ડબ્બાની ટ્રેન-સર્વિસની સંખ્યા ૨૧૧થી વધીને ૨૨૭ થશે. જોકે લોકલ ટ્રેનની સર્વિસની સંખ્યા ૧૪૧૪ જ રહેશે.

૧૬ ટ્રેનોમાં વધારાના કોચ લાગતાં ચર્ચગેટ-વિરાર-દહાણુ રોડ કૉરિડોર પર મુસાફરોને વહન કરવાની ક્ષમતામાં ૨૦ ટકાનો વધારો થશે. અપગ્રેડ કરાયેલી ૧૬ સર્વિસમાંથી આઠ પીક અવર્સ દરમ્યાન ચલાવવામાં આવશે, જ્યારે ૪ સવારે અને ૪ સાંજે દોડાવવામાં આવશે.

૧૨ ડબ્બાની એક નૉન-AC રેકમાં ૧૧૭૦ સિટિંગ અને ૪૮૭૦ સ્ટૅન્ડિંગ એમ કુલ ૬૦૪૦ મુસાફરોની ક્ષમતા હોય છે. ૧૫ ડબ્બાની રેકમાં ૧૪૬૧ સિટિંગ અને ૪૮૭૦ સ્ટૅન્ડિંગ એમ કુલ ૬૩૩૧ મુસાફરોની ક્ષમતા હોવાથી નવી ૧૬ રેક શરૂ કરવાને પગલે ટોટલ સિટિંગ કૅપેસિટી ૪૩૬૫ વધશે. આટલા વધુ મુસાફરો સમાવી શકાતાં ટ્રેનોમાં ભીડ અમુક અંશે હળવી થવાની આશા છે.

mumbai news mumbai western railway mumbai local train indian railways