આજે બકરી ઈદે પશુઓના આત્માની શાંતિ માટે ૪૦૦ આયંબિલ તપનું આયોજન

17 June, 2024 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રી નાલાસોપારા જૈન મહાસંઘ દ્વારા બકરી ઈદને કરુણા દિવસ તરીકે માનવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર

આજે બકરી ઈદ છે ત્યારે અસંખ્ય પશુઓની કતલ કરવામાં આવશે. આ પશુઓના આત્માને આયંબિલ તપની આરાધના કરવાથી શાંતિ મળે છે એમ જૈન શાસન માને છે એટલે આયંબિલ તપની આરાધના કરવામાં આવે છે. નાલાસોપારામાં ત્રણ જગ્યાએ ૪૦૦ જેટલાં આયંબિલ તપ આજે કરવામાં આવશે. જીવદયાપ્રેમી નીલેશ ખોખાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી નાલાસોપારા જૈન મહાસંઘ દ્વારા બકરી ઈદને કરુણા દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે નાલાસોપારામાં ત્રણ જગ્યાએ આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૪૦૦થી વધુ શ્રાવકો-શ્રાવિકાઓ જોડાશે. પશુઓની કતલ થાય છે ત્યારે એમનો આત્મા કકળી ઊઠે છે. આયંબિલ તપથી પશુઓના આત્માને શાંતિ મળે છે. બીજાં બે જૈન સ્થાનકોએ ત્રીજી વખત તો નાલાસોપારા-ઈસ્ટમાં આવેલા આત્મવલ્લભ જૈન સંઘમાં પહેલી વખત આયંબિલ તપનું આયોજન કરવામાં આવ્યું છે.’

mumbai news mumbai bakri eid festivals jain community nalasopara gujarati community news