13 January, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમરાવતીના નાંદગાવ પેઠના મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ની ગૉલ્ડન ફાયબર કંપનીમા કામ કરતી ૧૦૦ જેટલી મહિલા કર્મચારીઓને કંપનીમાં આવીને પાણી પીધા બાદ ખોરાકી ઝેરની અસર થઇ હતી. તેમને મોળ આવવા માંડી હતી, ઉબકા આવવા માંડ્યા હતા, માથું દુખવા માંડ્યું હતું. એક સાથે અનેક મહિલાઓને આ રીતને તકલિફ થતા તેમને અમરાવતીની સરકારી હૉસ્પિટલમાં લઇ જઈ સારવાર આપવામાં આવી હતી. જોકે કંપનીમાં પાણી પીધા પછી ચોક્કસ ક્યા કારણોસર આ ફુડપોઇઝનીંગ થયું એની તપાસ ચાલી રહી છે.