02 December, 2024 09:35 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent
વિરોધ-પ્રદર્શનની ફાઇલ તસવીર
બંગલાદેશમાં સત્તાપરિવર્તન થયા બાદ હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે અને હવે ઇસ્કૉનના સંતોની ધરપકડ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. આ અત્યાચારના વિરોધમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, કોંકણ પ્રાંત અને બજરંગ દળ દ્વારા દક્ષિણ મુંબઈમાં કફ પરેડના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતેના જૉલી મેકરના બંગલા નંબર આઠમાં આવેલા બંગલાદેશના દૂતાવાસ સામે બપોરે ૩.૩૦ વાગ્યે વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે જેમાં સકલ હિન્દુ સમાજને મોટી સંખ્યામાં સામેલ થવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.