03 March, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઍર સર્વિસ પ્રભાવિત થઈ છે. આ વચ્ચે ઇન્ડિગો અને અકાસા ઍર દ્વારા જાહેરાત (US-Israel Attack Iran) કરવામાં આવી છે કે તેઓ સ્પરેશિયલ ફ્લાઇટ ચલાવશે અને ઍર ઇન્ડિયાએ મુસાફરો માટે નવી મુસાફરી એડવાયઝરી પણ જારી કરી છે.
ઈરાન પર અમેરિકા-ઇઝરાયેલ હુમલા બાદ તણાવ (US-Israel Attack Iran) વધી રહ્યો છે ને તેના કારણે મિડલ ઈસ્ટના ભાગોમાં ઍર સર્વિસમાં મોટો વિક્ષેપ પડ્યો છે અને ઘણા ઍરસ્પેસ તો બંધ છે. જેનાથી આ પ્રદેશમાં આવતી અને જતી ફ્લાઇટ્સને અસર થઈ છે.
US-Israel Attack Iran: આ વચ્ચે ઇન્ડિગોએ જણાવ્યું હતું કે તે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે ધીમે ધીમે કામગીરી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે 3જી માર્ચ, 2026ના રોજ જેદ્દાહથી ચાર ફ્લાઇટ્સ ચલાવાશે. આ સ્પેશિયલ ફ્લાઇટ્સ મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ માટે ચલાવવામાં આવશે. ઇન્ડિગોના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાઇટ્સ એવા મુસાફરો માટે છે કે જેમણે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે મુસાફરી થઈ શકી ન્હોતી. તે લોકો માટે આ ફ્લાઇટ્સ ચલાવવામાં આવનાર છે. ઍરલાઇને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ગ્રાહકોએ જ્યાં સુધી તેમને સૂચિત કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જવાનું નથી. ઇન્ડિગો વધુ વિગતો સાથે અસરગ્રસ્ત મુસાફરોનો ડાયરેક્ટ સંપર્ક કરશે. આ સાથે જ ઍરલાઇન દ્વારા ગ્રાહકો માટે તેમના સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરવા + 91 124 6173838 નંબર જારી કર્યો છે.
ઍર ઇન્ડિયાની વાત કરવામાં આવે તો આ ઍરલાઇને 3 માર્ચ, 2026ના રોજ 23:59 IST સુધી મિડલ ઈસ્ટમાં આવતી અને આવતી તમામ ફ્લાઇટ્સના કામચલાઉ સસ્પેન્શનને લંબાવ્યું છે. તેના એક્સ હેન્ડલ પર બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુરોપ અને યુનાઇટેડ કિંગડમના સ્થળો માટે સુનિશ્ચિત સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે, જેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. મિડલ ઈસ્ટની અમૂક ઍરસ્પેસ સતત બંધ રહેવાને કારણે આ ભાગમાં ઉડાનો સ્થગિત છે. ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે સસ્પેન્શનથી અસરગ્રસ્ત મુસાફરોને (US-Israel Attack Iran) વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થા, સંપૂર્ણ રિફંડ અથવા પૂરક રીશેડ્યુલિંગ આપવામાં આવશે. મુસાફરોને સલાહ પણ આપવામાં આવી હતી કે તેઓ ઍરલાઇનની સત્તાવાર વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસે અથવા વધુ સહાય માટે તેની 24/7 સપોર્ટ ટીમનો સંપર્ક કરે.
અકાસા ઍર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે તે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે વ્યાપક સલામતી સમીક્ષાને પગલે 3 અને 4 માર્ચ, 2026ના રોજ જેદ્દાહથી અમૂક ખાસ ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. ઍરલાઇને જણાવ્યું હતું કે આ કામગીરી તેના વર્તમાન સલામતી મૂલ્યાંકન પર આધારિત છે અને પ્રવર્તમાન પરિસ્થિતિઓને આધારે બદલાઈ શકે છે. અકાસા ઍરએ જણાવ્યું હતું કે અબુ ધાબી, દોહા, કુવૈત અને રિયાધની ફ્લાઇટ્સ 4 માર્ચ, 2026 સુધી સ્થગિત રહેશે. તેમ છતાં મુસાફરોને એરપોર્ટ પર જતાં પહેલાં ઍરલાઇનની વેબસાઇટ પર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. સહાય માટે, ગ્રાહકો (US-Israel Attack Iran)એરલાઇનના 24 કલાકના અકાસા કૅર સેન્ટરનો સંપર્ક કરી શકે છે.