02 November, 2024 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ક્વીન એલિઝાબેથ ખાઈ શકાય એવાં છે
ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ કેક-શોમાં દુનિયાભરના ખ્યાતનામ કેક-આર્ટિસ્ટોએ ક્વીન એલિઝાબેથ અને અમેરિકન પૉપસિંગર ટેલર સ્વિફ્ટ જેવી સેલિબ્રિટીઝની લાઇફ-સાઇઝ કેક બનાવી હતી. આ શોમાં બેકિંગ અને ડેકોરેશનના અવ્વલ દરજ્જાના નમૂના પ્રેઝન્ટ થયા છે. કોઈકે મજાનું ઇટાલિયન ફૂડ કેકમાંથી બનાવ્યું છે તો કોઈકે ખાઈ શકાય એવાં લક્ઝરી પર્સ બનાવ્યાં છે.