25 March, 2024 11:40 AM IST | London | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિદેશમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી (Indian Students died in abroad)નાં મોતની દુર્ઘટના બની છે. લંડન (London)માં એક ભારતીય વિદ્યાર્થીનીનું ટ્રક દ્વારા કચડાઈ જવાથી દુઃખદ મૃત્યુ થયું છે અને આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. મૃતક વિદ્યાર્થીનીની ઓળખ ૩૩ વર્ષીય ચેઇસ્ટા કોચર (Cheistha Kochar) તરીકે થઈ છે, જે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (London School of Economics)માં પીએચડી (PHD)ની વિદ્યાર્થીની હતી.
લંડનમાં ૩૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થી (Indian PHD Student Killed) ચેઇસ્ટા કોચર ગયા અઠવાડિયે સાયકલ પર ઘરે પરત ફરતી વખતે ટ્રક દ્વારા કચડાઈ હતી, પરિણામે તેણીનું મૃત્યુ થયું હતું. આ વિદ્યાર્થીએ અગાઉ પબ્લિક પોલિસી થિંક ટેન્ક નીતિ આયોગ (NITI Aayog) સાથે કામ કર્યું છે. તે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પીએચડી કરી રહી હતી.
નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતે એક ઓનલાઈન પોસ્ટમાં ચેઇસ્ટા કોચરના નિધનના સમાચાર શેર કર્યા હતા. તેણે સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં લખ્યું છે કે, ‘ચેઇસ્ટા કોચરે #LIFE પ્રોગ્રામમાં મારી સાથે કામ કર્યું છે. લંડનમાં સાઇકલ ચલાવતી વખતે તે ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. તે પ્રતિભાાશાળી, બહાદુર અને તેજસ્વી હતી.’
અહીં જુઓ અમિતાભ કાંતની પોસ્ટઃ
ચેઇસ્ટા કોચરને ૧૯ માર્ચે કચરાના ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માત સમયે તેનો પતિ પ્રશાંત તેની આગળ હતો અને તે તેને બચાવવા દોડ્યો હતો. જોકે, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પીએચડી વિદ્યાર્થીની ચેઇસ્ટા કોચરના પિતા જનરલ એસપી કોચર (નિવૃત્ત) તેમના નશ્વર અવશેષો લેવા લંડન પહોંચ્યા છે. તેમણે લિંકડીન (LinkedIn) પર દીકરી યાદો સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘હું હજુ પણ મારી પુત્રી ચેઇસ્ટા કોચરના પાર્થિવ દેહને લંડનમાંથી લેવાનો પ્રયાસ કરી રહ્યો છું. ૧૯ માર્ચના રોજ, LSE (જ્યાં તેણી પીએચડી કરી રહી હતી) માંથી સાયકલ ચલાવતી વખતે એક ટ્રક દ્વારા તેણીને કચડી નાખવામાં આવી હતી. આ ઘટનાએ અમને અને પરિવારને સંપૂર્ણપણે હચમચાવી દીધો છે.’
અગાઉ ગુરુગ્રામ (Gurugram)માં રહેતી ચેઇસ્ટા કોચર લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સંસ્થાકીય વર્તણૂક વ્યવસ્થાપનમાં પીએચડી કરવા ગયા સપ્ટેમ્બરમાં લંડન ગઈ હતી. તેણે અગાઉ દિલ્હી યુનિવર્સિટી (Delhi University), અશોકા યુનિવર્સિટી (Ashoka University) અને પેન્સિલવેનિયા યુનિવર્સિટી (Pennsylvania University) અને શિકાગો યુનિવર્સિટી (Chicago University)માં અભ્યાસ કર્યો છે. ચેઇસ્ટા કોચરની LinkedIn પ્રોફાઇલ મુજબ, તેણે વર્ષ ૨૦૨૧-૨૩ દરમિયાન NITI આયોગ ખાતે ભારતના રાષ્ટ્રીય વર્તણૂકલક્ષી આંતરદૃષ્ટિ એકમમાં વરિષ્ઠ સલાહકાર હતી.
વિદેશમાં ભણવા જતાં વધુ એક વિદ્યાર્થીનીના મોતથી દુઃખનું વાતાવરણ છવાઈ ગયું છે.