ભુજમાં જોવા મળી સૂર્ય પ્રભામંડળની અદ્ભુત ને અનોખી ખગોળીય ઘટના

27 February, 2025 07:42 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

સૂર્યની ચારેતરફ એક ચમકદાર વલય અથવા તો પ્રભામંડળ નજરે પડે છે. ક્યારેક એ ઇન્દ્રધનુષ્યના રંગોના સમાન રંગોમાં પણ દેખાય છે.

સૂર્ય પ્રભામંડળની અદ્ભુત ને અનોખી ખગોળીય ઘટના

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યે સન હેલો એટલે કે સૂર્ય પ્રભામંડળની દુર્લભ ગણાતી ઘટના જોવા મળી હતી.

જ્યારે સૂર્યનો પ્રકાશ વાયુમંડળમાં મોજૂદ બરફના ક્રિસ્ટલમાંથી પસાર થાય છે ત્યારે આ ક્રિસ્ટલ પ્રકાશને પરાવર્તિત કરે છે જેથી સૂર્યની ચારેતરફ એક ચમકદાર વલય અથવા તો પ્રભામંડળ નજરે પડે છે. ક્યારેક એ ઇન્દ્રધનુષ્યના રંગોના સમાન રંગોમાં પણ દેખાય છે.

જ્યારે વાયુમંડળમાં પર્યાપ્ત માત્રામાં બરફના ક્રિસ્ટલ હોય ત્યારે આમ થાય છે અને જ્યારે સૂર્ય નીચે હોય ત્યારે ઠંડા પ્રદેશમાં આવું જોવા મળે છે. આ ઑપ્ટિકલ ઘટના છે. આ સુંદર અને પ્રાકૃતિક ઘટના છે જેને કેટલીક સંસ્કૃતિઓમાં સૌભાગ્યનું પ્રતીક પણ માનવામાં આવે છે.

kutch bhuj gujarat news gujarat news