09 April, 2025 09:32 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસનું ૮૪મું અધિવેશન ગુજરાતના અમદાવાદમાં ચાલી રહ્યું છે. બે દિવસીય આ કાર્યક્રમનું ઐતિહાસિક મહત્ત્વ છે, કારણ કે ગુજરાતમાં અંતિમ કૉન્ગ્રેસ અધિવેશન ૧૯૬૧માં ભાવનગરમાં આયોજિત કરાયું હતું. એ સ્વતંત્રતા બાદ રાજ્યમાં આ રીતે પહેલું આયોજન હતું. ગુજરાતમાં ૬૪ વર્ષ બાદ યોજાયેલા કૉન્ગ્રેસ અધિવેશનમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં ગઈ કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આપણે દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણમાં ગૂંચવાયેલા રહ્યા અને OBC (અધર બૅકવર્ડ ક્લાસ) કૉન્ગ્રેસ છોડીને ચાલ્યા ગયા છે. આપણે મુસ્લિમોની અને અલ્પસંખ્યકોની વાત કરીએ છીએ એટલા માટે અનેક વખત આપણી ટીકા પણ થાય છે; એનાથી ડરવાનું નથી. મુદ્દા ઉઠાવવા જ જોઈએ, ખચકાટ અનુભવાયા વગર પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ.’