Gujarat Cabinet:રેકોર્ડ બ્રેક જીત બાદ કેબિનેટમાં કોને મળશે સ્થાન? હાર્દિક, અલ્પેશ હશે સામેલ?

10 December, 2022 01:00 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ભૂપેન્દ્ર પટેલના સંભવિત મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓ અને તમામ પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે.

ભૂપેનદ્ર પટેલ

આજે એટલે કે શનિવારે પ્રદેશ કાર્યાલય કમલમ પર ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત નેતાને સામેલ થવા મોકલ્યા છે. આ ત્રણેય ખાસ નેતાની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી છે.

ગુજરાત (Gujarat)માં બમ્પર જીત બાદ ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પરિણામો બાદ હવે તમામની નજર ગુજરાત કેબિનેટ(Gujarat Cabinet List)ના ફોર્મ પર ટકેલી છે. ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ને ફરી એકવાર રાજ્યનો હવાલો સંભાળવાની તક આપવામાં આવી રહી છે અને તેની તૈયારીઓ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ 12મી ડિસેમ્બરે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. હાર્દિક પટેલ (Hardik Patel) સહિત કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

ભૂપેન્દ્ર પટેલના સંભવિત મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓ અને તમામ પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે. નવી કેબિનેટમાં યુવા ચહેરા હશે તો કેટલાક જૂના સાથીદારો પણ હાજર રહેશે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. શપથ ગ્રહણનો સમય બદલાયો છે. ભૂપેન્દ્ર પટેલ બપોરે 12.49 કલાકે શપથ લેશે. 12:49 ગુજરાતમાં શુભ સમય માનવામાં આવે છે. PM મોદી 12 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ગુજરાત પહોંચશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.

આ પણ વાંચો:વિદેશી મીડિયા ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત પર શું કહે છે? જાણો

ગુજરાત કેબિનેટમાં કોને સ્થાન મળશે

ભૂપેન્દ્ર પટેલના સંભવિત મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓ અને તમામ પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે. જો આમાં યુવાનો હશે તો કેટલાક જૂના અનુભવી સાથીઓ પણ સામેલ થશે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, અને પૂર્ણેશ મોદી સહિત કુલ 10 થી 11 કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે જ્યારે 12 થી 14 લોકોને રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે.

આ પણ વાંંચો:ગુજરાતના ૧૬ જિલ્લા ‘કૉન્ગ્રેસમુક્ત’

સંતુલિત કેબિનેટની અપેક્ષા

નિયમો અનુસાર ગુજરાતમાં વધુમાં વધુ 27 મંત્રીઓ હોઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને કેબિનેટની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપે બમ્પર વિજય મેળવ્યો છે, તેથી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં એસટી સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની પૂરેપૂરી શક્યતા છે. ભાજપ સંતુલિત કેબિનેટ બનાવવા માટે તમામ પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે ભાજપે ગુજરાતમાં 182માંથી 156 સીટો જીતી છે.

gujarat election 2022 gujarat news bhupendra patel hardik patel