ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)ના બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. પહેતા તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. પહેલા તબક્કામાં એવરેજ મતદાન થયું હતુ. આજે બીજ તબક્કામાં પણ મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત, હાર્દિક પટેલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
05 December, 2022 04:19 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent