Gujarat Election Result:રવિન્દ્ર જાડેજાના પ્રચાર ફિલ્ડિંગની કેવી રહી અસર? જાણો રિવાબાની સ્થિતિ

08 December, 2022 03:09 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja)ના પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja)ફરી જામનગર ઉત્તર બેઠક (Jamnagar Seat)પરથી આગળ છે.

રવિન્દ્ર જાડેજા અને રીવાબા

Gujarat Election Result 2022: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra jadeja)ના પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja)ફરી જામનગર ઉત્તર બેઠક (Jamnagar Seat)પરથી આગળ છે. થોડા સમય પહેલા તે ત્રીજા નંબર પર હતા, પરંતુ પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે, તે ફરી એકવાર આગળ વધી ગયા છે. જામનગર ઉત્તર બેઠકની સ્પર્ધા ખૂબ જ ખાસ અને રસપ્રદ છે કારણ કે અહીંથી ભાભી ભાજપના ઉમેદવાર છે અને નણંદ કોંગ્રેસના ઉમેદવાર છે.

નોંધનીય છે કે રીવાબા આ સીટ પર કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ માટે આમ આદમી પાર્ટીએ કરસન કરમુરને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીતે છે. જો કે, આ વખતે આપ પણ સ્પર્ધામાં સામેલ છે. આ બેઠક પર માત્ર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવાર માટે પિતાએ પણ પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો:કોંગ્રેસના એ નેતા જેનો રેકોર્ડ મોદી પણ નથી તોડી શક્યા, ગુજરાતમાં હજી પણ BJPનું સપનું

નયનાબાએ ભાભી સામે ચલાવી હતી ઝુંબેશ 
રવિન્દ્ર જાડેજાની બહેન અને રીવાબાના નણંદ નયનાબાએ શરૂઆતથી જ તેની ભાભીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બેઠક પરથી રિવાબાને ઉમેદવારી આપીને ભાજપે મોટી ભૂલ કરી છે. રિવાબા સેલિબ્રિટી હોઈ શકે છે, પરંતુ તેમને કોઈ અનુભવ નથી, તેથી ભાજપનો પરાજય થશે.

જો કે જામનગર પર રિવાબાનો દબદબો જોવા મળ્યો છે. રિવાબાએ કોઈ પણ અનુભવ વિના પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવા છતાં તેમનું સારુ પ્રદર્શન રહ્યું છે. જોકે, તેની પાછળ ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાનું પરિબળ જોર કરી ગયું લાગે છે. પત્નીની જીત માટે રવિન્દ્ર જાડેજાએ જોરશોરથી પ્રચાર કર્યો હતો, અને એની સારી થઈ લાગે છે.  

 

gujarat election 2022 gujarat elections gujarat news bharatiya janata party Gujarat Congress