02 December, 2024 09:19 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના સુરતમાં ભાજપના એક મહિલા નેતાનો મૃતદેહ (BJP Women Leader Found Dead in Surat) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે અને મૃતક ભાજપ નેતાનો મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોએ આ મામલે કોઈના પર પણ શંકા વ્યક્ત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતા તણાવમાં હતા. તેણે મૃત્યુ પહેલા ફોન પર આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
સુરતમાં 34 વર્ષીય મહિલા ભાજપ (BJP Women Leader Found Dead in Surat) નેતાનો મૃતદેહ તેમના જ ઘરેમાંથી મળી આવ્યો હતો. મૃતકની ઓળખ દીપિકા પટેલ તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે દીપિકાનો મૃતદેહ સુરતના ભીમરાડ વિસ્તારમાં સ્થિત તેમના ઘરેના બેડરૂમમાંથી મળી આવ્યો હતો અને તેમના સહકર્મી કહે છે કે તે તણાવમાં હતા. દીપિકા સુરતના વોર્ડ નંબર 30માંથી ભાજપ મહિલા મોરચાના નેતા હતા. સુરત પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત થઈ ગઈ છે અને આપઘાત કરવા પાછળના તણાવનું કારણ જાણવાનો પ્રયાસ પણ પોલીસ કરી રહી છે.
પોલીસના જણાવ્યાં અનુસાર દીપિકાએ (BJP Women Leader Found Dead in Surat) મૃત્યુ પહેલા વોર્ડ નંબર 30ના કાઉન્સિલર ચિરાગ સોલંકીને પણ ફોન કર્યો હતો. દીપિકા ચિરાગને પોતાનો ભાઈ માનતી હતી. મૃત્યુ પહેલા તેમણે ચિરાગને કહ્યું કે તે તણાવમાં છે. જ્યારે ચિરાગ દીપિકાના ઘરે પહોંચ્યો તો તેમને દરવાજો બંધ જોવા મળ્યો. જોકે તેમના ત્રણ બાળકો ઘરે હાજર હતા. વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા ચિરાગે બેડરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. દીપિકા રૂમની અંદર લટકતી હતી. તેમને તાત્કાલિક નીચે ઉતારીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ભાજપના નેતાને મૃત જાહેર કર્યા હતા. દીપિકાના પતિ ખેડૂત છે. ઘટના સમયે તે ઘરે હાજર નહોતો. પરિવારે કોઈના પર શંકા વ્યક્ત કરી નથી. બીજી તરફ પોલીસ કોલ ડિટેઈલ દ્વારા કેસની તપાસ કરી રહી છે. પોલીસે મૃતકનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.
છત્તીસગઢમાં પણ ભાજપ નેતાએ કર્યો આપઘાત
27 નવેમ્બરે બીજેપી નેતા નરેન્દ્ર કૌશિકે પણ છત્તીસગઢના બિલાસપુરમાં (BJP Women Leader Found Dead in Surat) આત્મહત્યા કરી લીધી હતી. ભાજપના નેતા કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ધંધાકીય વ્યવહારના વિવાદમાં તેમણે જીવનનો અંત આણ્યો હતો. ઝહર ખાનના પરિવારને સમાચાર મળતા જ તેમને તરત જ એપોલો હૉસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. સરકંડા પોલીસ સ્ટેશનના પ્રભારી નિલેશ પાંડેના જણાવ્યા અનુસાર, પરસાડાના રહેવાસી નરેન્દ્ર કૌશિક ટ્રાન્સપોર્ટર હતા. ઝેર પી લીધા બાદ તેમની તબિયત લથડી હતી. સંબંધીઓએ તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓ જીવનની લડાઈ હારી ગયા હતા.