✕

રિલેશનશિપમાં એક્સક્લુઝિવિટીનું મહત્ત્વ જળવાય એ ખૂબ જરૂરી છે

12 October, 2026 03:27 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

મૅરેજ કે પછી કોઈ સિરિયસ રિલેશનશિપમાં આવ્યા પછી અન્ય સંબંધોમાં લક્ષ્મણરેખા અનિવાર્ય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

તે લેડીની એજ હશે અંદાજે ૨૯-૩૦ વર્ષની.

વેલ-એજ્યુકેટેડ એવી તે લેડીનાં મૅરેજને ત્રણેક વર્ષ થઈ ગયાં હતાં. એ પછી પણ તેના મનમાં એક છૂપો ડંખ હતો અને એટલે જ તે મળવા માટે આવી. તેનું કહેવું હતું કે તેના હસબન્ડની 
સ્કૂલ-ટાઇમની બેસ્ટ ફ્રેન્ડ ફીમેલ છે. કલાકો સુધી તે ફોન પર વાતો કરે અને પોતાની લાઇફની બધેબધી સારી-ખરાબ વાતો તેની સાથે શૅર કરે. અરે, ત્યાં સુધી કે તે ઇરૉટિક જોક્સ પણ પેલી બેસ્ટ ફ્રેન્ડને મોકલે અને પેલી પણ તેની સાથે એવા જોક્સ શૅર કરે. તે લેડીએ હસબન્ડની સાથે એ બાબતમાં વાત કરી તો હસબન્ડનો જવાબ હતો કે નાનપણની ફ્રેન્ડ છે, તું મારી લાઇફમાં આવી એ પહેલાંથી તે મારી લાઇફમાં છે. તે લેડીને ઇનસિક્યૉરિટી અને જેલસી થતી હતી. તેનો સવાલ એ હતો કે આવી દોસ્તી મૅરેજ પછી શું વાજબી કહેવાય?

આ પ્રશ્ન આજના સમયમાં મૅરેજ-લાઇફને નડતો બહુ સેન્સેટિવ અને સિરિયસ પ્રશ્ન છે. પુરુષ માટે બાળપણની દોસ્તીમાં ‌નિર્દોષતા હશે જ છે એની ના નહીં, પણ મૅરેજ પછી કે પછી રિલેશનશિપમાં એક લેવલ પર પહોંચ્યા પછી જ્યારે પાર્ટનર ત્રીજી વ્યક્તિને પ્રાયોરિટી આપવા લાગે ત્યારે એને સાઇકોલૉજીની ભાષામાં ઇમોશનલ ઇન્ફિડેલિટી તરફ જતું સ્ટેપ માનવામાં આવે છે, ગણવામાં આવે છે.

વાઇફ કે પછી હસબન્ડ કે લાઇફ-પાર્ટનર તરીકે કોઈના મનમાં જન્મતી જેલસી કોઈ નૅરો-માઇન્ડેડ મેન્ટાલિટી નથી. મૅરેજનું સર્ટિફિકેટ કે પછી બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો ટૅગ એ રિલેશનશિપનું સ્ટેટસ નથી પણ બે મનની એકબીજા પ્રત્યેની એક્સક્લુઝિવિટી છે. પાર્ટનર જ્યારે જુએ કે તેનો સાથી ઇમોશનલ ફીલિંગ્સ કે પછી પોતાની સૌથી અગત્યની વાતો બીજા સાથે શૅર કરે છે ત્યારે તેના સબકૉન્શ્યસ માઇન્ડમાં પોતાના સ્થાન પ્રત્યે ભય જન્મવો બિલકુલ નૅચરલ છે.

મૅરેજ કે પછી કોઈ સિરિયસ રિલેશનશિપમાં આવ્યા પછી અન્ય સંબંધોમાં લક્ષ્મણરેખા અનિવાર્ય છે. સંબંધોમાં સ્વતંત્રતા હોવી સારી બાબત છે, પણ એક્સક્લુઝિવિટી ન હોય ત્યારે એ રિલેશનશિપના પાયાને ધ્રુજારી આપી શકે છે. મેલ હોય કે ફીમેલ, એ સમજવું જ રહ્યું કે ગમે એટલી સારી ફ્રેન્ડશિપ હોય પણ ઇમોશનલ રિલેશનશિપનો હક તો પાર્ટનરને જ મળવો જોઈએ.
સંબંધોમાં વહેમ કે શંકા કરવામાં આવે છે એવી માનસિકતા મનમાં સહેજ પણ ડેવલપ ન કરવી, કારણ કે વાત અહીં એક્સક્લુઝિવિટીની છે. જો તમે એકસરખી માનસિકતા સાથે પાર્ટનર સાથે રહો અને ફ્રેન્ડ સાથ રહો તો પછી એમાં એક્સક્લુઝિવિટીની વાત આવતી જ નથી અને એક્સક્લુઝિવિટી વિનાના સંબંધો ધીમે-ધીમે વ્યવહાર બની જાય છે. એમાં લાગણી, પ્રેમ અને હૂંફ રહેતાં નથી.

relationships sex and relationships life and style lifestyle news columnists