જો તમારે જલદી ઘરડા ન થવું હોય તો વિટામિન-ડી અને ઑમેગા-થ્રી ફૅટી ઍસિડનાં સપ્લિમેન્ટ્સ લો

06 April, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિયમિતપણે આ બે સપ્લિમેન્ટ્સનું સેવન અને રેગ્યુલર ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી મૂળભૂત કોષોની એજિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. આ કોષો જેટલા ઍક્ટિવ અને હેલ્ધી રહે એટલું શરીર યંગ રહે છે. 

પ્રતીકાત્મક તસવીર

શરીરની ઉંમર થતાં એનાં લક્ષણ દેખાવાં સ્વાભાવિક છે, પરંતુ જીવનશૈલીમાં કેટલાક બદલાવ કરીને અને શરીરને જરૂરી ન્યુટ્રિશન મેળવીને વૃદ્ધત્વને ધીમું પાડી શકાય છે. યુરોપમાં ૭૭૭ લોકો પર થયેલા અભ્યાસમાં નિષ્ણાતોએ એક મૅજિક કૉમ્બિનેશન શોધ્યું છે. આ કૉમ્બિનેશન છે વિટામિન-ડી અને ઑમેગા-થ્રી ફૅટી ઍસિડનું. આ બે પૂરક તત્ત્વોનું સાથે સેવન કરવાથી શરીરના કોષોની રેગ્યુલર ડૅમેજની પ્રક્રિયા ધીમી પડે છે. આ ફરક કદાચ દેખાવમાં એટલો મોટો નથી હોતો, પરંતુ શરીરના કોષો અને એની કાર્યક્ષમતાની દૃષ્ટિએ ઉંમરને યંગ રાખવામાં જરૂર કારગત નીવડે છે. નિયમિતપણે આ બે સપ્લિમેન્ટ્સનું સેવન અને રેગ્યુલર ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી મૂળભૂત કોષોની એજિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. આ કોષો જેટલા ઍક્ટિવ અને હેલ્ધી રહે એટલું શરીર યંગ રહે છે. 

health tips life and style life masala national news india