03 September, 2026 04:42 PM IST | Mumbai | Kajal Rampariya
5 WHY થિયરી
રોજિંદી લાઇફમાં આપણે સમસ્યાનો ઉકેલ શોધવા કરતાં ઘણી વાર એનાં લક્ષણો સાથે જ ડીલ કરતા રહીએ છીએ. મોડા ઊઠીએ તો અલાર્મને દોષ આપીએ, કામનો થાક હોય તો રજા લઈએ અને સંબંધોમાં સ્ટ્રેસ વધે તો સામેની વ્યક્તિને જવાબદાર ઠેરવીએ. જોકે શું આપણે ક્યારેય સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ? જપાનની 5 WHY થિયરી આ જ સવાલ પૂછવાની એક સરળ પદ્ધતિ છે જે તમને કોઈ પણ સમસ્યાના મૂળ કારણને સમજવામાં મદદ કરી શકે છે. તો આખરે આ થિયરી શું છે અને રોજિંદા જીવનની ગૂંચવણો ઉકેલવામાં એ કેવી રીતે ઉપયોગી બની શકે? એ મુલુંડનાં અનુભવી સાઇકોલૉજિસ્ટ જાહ્નવી ઠક્કર અને સાંતાક્રુઝનાં લાઇફ કોચ શીતલ જૈન પાસેથી સમજીએ.
ઘણી વાર કોઈ સમસ્યા સામે આવે ત્યારે આપણે સૌથી પહેલું કામ એ કરીએ છીએ કે એને તરત કેવી રીતે સૉલ્વ કરવી, પરંતુ 5 WHY થિયરીનો અભિગમ થોડો અલગ છે. અહીં સમસ્યા સામે આવે ત્યારે તરત ઉકેલ શોધવાને બદલે વારંવાર શા માટે એમ પૂછીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે જે સમસ્યા દેખાઈ રહી છે એની પાછળનું કારણ શું છે? 5 WHY પદ્ધતિ મૂળભૂત રીતે સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવાતી પ્રશ્નોત્તરીની પદ્ધતિ છે. ટૉયોટાના ફાઉન્ડર સાકિચી તોયોડાએ આ થિયરીની શોધ કરી હતી. તેમની સાથે જોડાયેલી આ પદ્ધતિનો ઉપયોગ મૅન્યુફૅક્ચરિંગમાં અને બિઝનેસમાં કોઈ સમસ્યા વારંવાર કેમ ઊભી થાય છે એ સમજવા માટે કરવામાં આવ્યો છે. એક જવાબ મળ્યા બાદ એ જવાબને લઈને ફરી ‘શા માટે?’ પૂછવામાં આવે છે અને આ પ્રક્રિયા સામાન્ય રીતે પાંચ સ્તર સુધી લઈ જવામાં આવે છે. જોકે પાંચનો આંકડો કોઈ કડક નિયમ નથી. કેટલીક સમસ્યાઓનું મૂળ કારણ પાંચ સવાલ પહેલાં સમજાઈ શકે છે તો કેટલીક સમસ્યાઓમાં વધુ ઊંડાણમાં જવાની જરૂર પડી શકે છે.
મુલુંડમાં પ્રૅક્ટિસ કરતાં સાઇકોલૉજિસ્ટ જાહ્નવી ઠક્કર કહે છે, ‘5 WHY થિયરીને સમસ્યાના મૂળ સુધી પહોંચવાના એક સરળ રસ્તા તરીકે જોઈ શકાય. આ પ્રક્રિયાને કાંદાના પડને એક પછી એક કાઢવા સાથે સરખાવી શકાય. બહારથી જે દેખાય છે એ સમસ્યાનું એક પડ છે, પરંતુ એક પછી એક ‘શા માટે?’ પૂછતાં આપણે એની પાછળનાં કારણો વિશે વિચારવા લાગીએ છીએ.’
ધારો કે સવારે તમારી એક અત્યંત મહત્ત્વની મીટિંગ હતી, પરંતુ તમે મોડા પહોંચ્યા. સામાન્ય રીતે અહીંથી વાત પૂરી થઈ જાય. તમે કહી શકો કે ‘હું મોડો જાગ્યો એટલે મીટિંગ મિસ થઈ.’ જોકે 5 WHY થિયરી અહીંથી આગળ સવાલ પૂછવાનું કહે છે.
હું મોડો શા માટે જાગ્યો?
જવાબ : કારણ કે અલાર્મ વાગ્યું નહીં.
અલાર્મ શા માટે ન વાગ્યું?
જવાબ : કારણ કે ફોનની બૅટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી.
ફોન ડિસ્ચાર્જ શા માટે થયો?
જવાબ : કારણ કે રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકવાનું ભૂલી ગયો હતો.
ફોન ચાર્જિંગમાં મૂકવાનું શા માટે ભૂલી ગયા?
જવાબ : કારણ કે હું રાત્રે ખૂબ થાકેલો હતો અને બેડમાં સોશ્યલ મીડિયા સ્ક્રોલ કરી રહ્યો હતો.
આટલા થાકેલા હોવા છતાં સોશ્યલ મીડિયા સ્ક્રોલ કેમ કરી રહ્યા હતા?
જવાબ : કારણ કે દિવસભરના કામ પછી મને સીધું સૂવાનું મન નહોતું થતું અને એ થોડો સમય માત્ર મારા માટે છે એવું મને લાગતું હતું.
હવે શરૂઆતની સમસ્યા અને છેલ્લે મળતો જવાબ બન્ને અલગ દેખાય છે. શરૂઆતમાં સમસ્યા ‘અલાર્મ ન વાગ્યું’ એવી લાગતી હતી; પરંતુ સવાલો પૂછતાં ઊંઘ પહેલાંની દિનચર્યા, કામનો થાક અને સોશ્યલ મીડિયા સાથે જોડાયેલી આદત જેવા મુદ્દાઓ સામે આવે છે. એટલે માત્ર નવો અલાર્મ ખરીદવાથી સમસ્યાનો એક ભાગ જ ઉકેલાશે.
આ જ પદ્ધતિને રોજિંદા જીવનની બીજી સમસ્યાઓ પર પણ લગાવી શકાય. જેમ કે કોઈ વ્યક્તિ વારંવાર કામ પાછળ ઠેલે છે.
હું કામ પાછળ કેમ ઠેલું છું?
જવાબ : કારણ કે મને કામ શરૂ કરવાનું મન થતું નથી.
કામ શરૂ કરવાનું મન કેમ નથી થતું?
જવાબ : કારણ કે કામ ઘણું મોટું અને મુશ્કેલ લાગે છે.
કામ મુશ્કેલ લાગતાં જ હું એને ટાળું છું એવું કેમ?
જવાબ : કારણ કે મને ડર લાગે છે કે હું એ કામ યોગ્ય રીતે નહીં કરી શકું.
યોગ્ય રીતે ન કરી શકવાનો ડર કેમ લાગે છે?
જવાબ : કારણ કે ભૂલ થાય તો મને લાગે છે કે લોકો મારી ક્ષમતા પર સવાલ કરશે.
મારી ભૂલને મારી ક્ષમતા સાથે કેમ જોડું છું?
જવાબ : કારણ કે મારા માટે સફળતા અને પોતાની કિંમત વચ્ચેનો સંબંધ ઘણો મજબૂત બની ગયો છે.
અહીં ‘આળસ’ તરીકે દેખાતી સમસ્યાની પાછળ નિષ્ફળતાનો ડર, પર્ફેક્શનિઝમ કે પોતાની જાત વિશેની કોઈ માન્યતા કામ કરતી હોઈ શકે છે. જોકે માત્ર 5 WHYના જવાબોના આધારે કોઈ વ્યક્તિની માનસિક સમસ્યાનું નિદાન કરી શકાય નહીં. આ પદ્ધતિ મુખ્યત્વે પોતાની જાતને વધુ સારા પ્રશ્નો પૂછવા અને વર્તન પાછળનાં સંભવિત કારણોને સમજવા માટે ઉપયોગી થઈ શકે છે.
કામના સ્થળે સતત માનસિક થાક અનુભવતી વ્યક્તિ પણ પોતાની જાતને આ સવાલો પૂછી શકે.
હું આટલો બધો થાકેલો શા માટે રહું છું?
જવાબ : કારણ કે હું ઓવરટાઇમ કરું છું.
હું બધાનું કામ મારા માથે શા માટે લઉં છું?
જવાબ : કારણ કે જો હું કામની ફરીથી તપાસ ન કરું તો ભૂલો થવાની શક્યતા રહે છે.
કોઈ ભૂલ થઈ જાય તો એ મને આટલી અસર કેમ કરે છે?
જવાબ : કારણ કે મને લાગે છે કે ભૂલ મારી ક્ષમતા પર સવાલ ઊભો કરે છે.
હું કામની ભૂલને મારી પર્સનલ વૅલ્યુ સાથે કેમ જોડું છું?
જવાબ : કારણ કે મને લાગે છે કે હું ત્યારે જ ઇમ્પોર્ટન્ટ છું જ્યારે મારા વિના કામ ન ચાલી શકે.
મને આવું કેમ લાગે છે?
જવાબ : કદાચ મારા ભૂતકાળના અનુભવો અને મારી પોતાની માન્યતાઓએ સફળતા, સ્વીકાર અને પોતાની કિંમતને એકબીજા સાથે જોડી દીધાં છે.
અહીં વર્કલોડ ચોક્કસપણે એક સમસ્યા છે, પણ એની સાથે વ્યક્તિની પોતાની માન્યતાઓ અને કામ પ્રત્યેનો અભિગમ પણ જોડાયેલો હોઈ શકે છે. એટલે માત્ર ‘ઓછું કામ કરો’ એ ઉકેલ પૂરતો ન હોય. જોકે બાળપણને જ દરેક પ્રકારના બર્નઆઉટનું મૂળ કારણ માની લેવું યોગ્ય નથી. આવી ઇમોશનલ બાબતોમાં નિષ્ણાતની મદદ લેવી વધુ યોગ્ય રહે છે.
જાતને સવાલ પૂછો ત્યારે ઈમાનદાર કેવી રીતે રહેવું?
આપણે પોતાની સમસ્યાનું વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે આપણે પોતાની જાતને સંપૂર્ણપણે તટસ્થ રીતે જોઈ શકતા નથી. મન તરત જ બહાનાં શોધે છે, બીજાને દોષ આપે છે અથવા પોતાની જાતને જ દોષી ઠેરવે છે. એટલે 5 WHY કરતી વખતે સવાલ જેટલો મહત્ત્વનો છે એટલો જ મહત્ત્વનો છે સવાલનો જવાબ.
શા માટેને બદલે શું પૂછો : ક્યારેક ‘શા માટે?’ પૂછવાથી મન તરત જ પોતાનો બચાવ કરવા લાગે છે. ત્યારે ‘એ સમયે મારા મનમાં શું ચાલી રહ્યું હતું?’ જેવા સવાલો વધુ સ્પષ્ટ જવાબ મેળવવામાં મદદ કરી શકે.
વિચારોને કાગળ પર ઉતારો : મનમાં વિચારતા રહેવાને બદલે એને લખવાથી વિચારોને થોડા અંતરથી જોવાનું સરળ બને છે.
ક્યુરિયસ બનો : તમારી ભાવનાત્મક પ્રતિક્રિયાને સાચી કે ખોટી ઠેરવવાને બદલે એને એક ન્યુટ્રલ ડેટા પૉઇન્ટ તરીકે જુઓ.
બનાવટી જવાબોથી બચો : ‘હું ખરાબ છું’, ‘સામેવાળો નકામો છે’ જેવા જવાબો ઘણી વાર સમસ્યાને સમજવાને બદલે વાત બંધ કરી દે છે. એને બદલે ‘મને આવું કેમ લાગે છે?’ એવો વધુ ચોક્કસ સવાલ પૂછો.
જરૂર પડે ત્યારે બ્રેક લો : જો કોઈ સવાલ તમને ખૂબ જ અસ્વસ્થ કરી રહ્યો હોય તો તરત જ વધુ ઊંડા જવાની જરૂર નથી. મન શાંત થયા બાદ ફરીથી આ પ્રક્રિયા કરી શકાય.
જ્યારે જવાબ જ ન મળે ત્યારે?
ઘણી વાર પાંચ પ્રશ્નો પૂછતાં-પૂછતાં ત્રીજા કે ચોથા પ્રશ્ને પહોંચીને મન અટકી જાય છે. ‘મને ખબર નથી’, ‘કંઈ નથી’ કે ‘એવું જ છે’ જેવા જવાબો આવવા લાગે છે. આવા સમયે જવાબ શોધવા માટે પોતાની જાત પર દબાણ કરવાને બદલે સવાલને થોડો બદલવો જોઈએ. આ વિશે જાહનવી ઠક્કર કહે છે, ‘ઘણી વાર શરૂઆતના જવાબો આપણને સમસ્યાની બહારની સપાટી વિશે જણાવે છે. જ્યારે આપણે આગળના સવાલો પૂછીએ ત્યારે પોતાની લાગણીઓ અને માન્યતાઓ વિશે વિચારવાની તક મળે છે. જોકે દરેક વ્યક્તિમાં આ પ્રક્રિયા એકસરખી રીતે કામ કરે એવું જરૂરી નથી. જો કોઈ જૂની કે ખૂબ જ સંવેદનશીલ ઘટના સામે આવે તો પોતાની જાતે એનું અર્થઘટન કરવાને બદલે નિષ્ણાત સાથે વાત કરવી વધુ યોગ્ય છે.’
તમારા ગોલ્સ ખરેખર તમારા છે?
5 WHYનો ઉપયોગ માત્ર સમસ્યાઓ માટે જ નહીં, પોતાના ગોલ્સ સમજવા માટે પણ કરી શકાય છે. ધારો કે તમને લાગે છે કે ‘મારે સોશ્યલ મીડિયા પર ફેમસ થવું છે.’
શા માટે?
કારણ કે મને લોકો ઓળખે એ ગમે છે.
શા માટે લોકોની ઓળખાણ જરૂરી લાગે છે?
કારણ કે એથી મને લાગે છે કે હું કંઈક કરી રહ્યો છું.
શા માટે આ લાગણી જરૂરી છે?
કારણ કે મને પોતાની સફળતા વિશે ખાતરી જોઈએ છે.
આ રીતે આગળ વધતાં કદાચ તમને સમજાય કે સોશ્યલ મીડિયા પર ફેમસ થવું તમારો અસલી ગોલ નથી; પરંતુ એની પાછળ ઓળખ, સ્વીકાર, આર્થિક સ્વતંત્રતા કે સર્જનાત્મક અભિવ્યક્તિ જેવી બીજી જરૂરિયાત હોઈ શકે છે.
સાંતાક્રુઝમાં પ્રૅક્ટિસ કરતાં લાઇફ કોચ શીતલ જૈન કહે છે, ‘ઘણી વાર આપણે જે ગોલ બનાવીએ છીએ એની પાછળ સામાજિક દબાણ કે બીજાઓ સાથેની સરખામણી હોય છે. 5 WHY જેવા સવાલો આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે જે જોઈએ છે એ ખરેખર આપણને જોઈએ છે કે આપણે બીજાઓને જોઈને એ ઇચ્છા ઊભી કરી છે. ગોલની પાછળનું કારણ સમજાય ત્યારે એને લઈને આપણી સ્પષ્ટતા વધે છે.’
સ્ટેપ-બાય-સ્ટેપ કરો અપ્લાય
શાંત જગ્યાએ બેસો અને જે સમસ્યા પર કામ કરવું છે એ એક સ્પષ્ટ વાક્યમાં લખો.
સમસ્યા દેખાય છે ત્યાંથી શરૂઆત કરો અને ‘શા માટે?’ પૂછો.
મળેલા દરેક જવાબને લઈને ફરી ‘શા માટે?’ પૂછો.
પાંચમા જવાબ સુધી પહોંચતાં તમારી આદતો, વિચારો, માન્યતાઓ અને લાગણીઓ તરફ ધ્યાન આપો.
છેલ્લો જવાબ મળ્યા બાદ તરત જ એને ‘અસલી મૂળ કારણ’ ન માની લો. એ એક સંભવિત કારણ કે પૅટર્ન હોઈ શકે છે. હવે એવું એક નાનું પ્રૅક્ટિકલ સ્ટેપ લો જે સમસ્યાના આ પાસા પર કામ કરે. અને મારી પોતાની માન્યતાઓએ સફળતા, સ્વીકાર અને પોતાની કિંમતને એકબીજા સાથે જોડી દીધાં છે.
અહીં વર્કલોડ ચોક્કસપણે એક સમસ્યા છે, પણ એની સાથે વ્યક્તિની પોતાની માન્યતાઓ અને કામ પ્રત્યેનો અભિગમ પણ જોડાયેલો હોઈ શકે છે. એટલે માત્ર ‘ઓછું કામ કરો’ એ ઉકેલ પૂરતો ન હોય. જોકે બાળપણને જ દરેક પ્રકારના બર્નઆઉટનું મૂળ કારણ માની લેવું યોગ્ય નથી. આવી ઇમોશનલ બાબતોમાં નિષ્ણાતની મદદ લેવી વધુ યોગ્ય રહે છે.
આપણે પોતાની સમસ્યાનું વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે આપણે પોતાની જાતને સંપૂર્ણપણે તટસ્થ રીતે જોઈ શકતા નથી. મન તરત જ બહાનાં શોધે છે, બીજાને દોષ આપે છે અથવા પોતાની જાતને જ દોષી ઠેરવે છે. એટલે 5 WHY કરતી વખતે સવાલ જેટલો મહત્ત્વનો છે એટલો જ મહત્ત્વનો છે સવાલનો જવાબ.
શા માટેને બદલે શું પૂછો : ક્યારેક ‘શા માટે?’ પૂછવાથી મન તરત જ પોતાનો બચાવ કરવા લાગે છે. ત્યારે ‘એ સમયે મારા મનમાં શું ચાલી રહ્યું હતું?’ જેવા સવાલો વધુ સ્પષ્ટ જવાબ મેળવવામાં મદદ કરી શકે.
વિચારોને કાગળ પર ઉતારો : મનમાં વિચારતા રહેવાને બદલે એને લખવાથી વિચારોને થોડા અંતરથી જોવાનું સરળ બને છે.
ક્યુરિયસ બનો : તમારી ભાવનાત્મક પ્રતિક્રિયાને સાચી કે ખોટી ઠેરવવાને બદલે એને એક ન્યુટ્રલ ડેટા પૉઇન્ટ તરીકે જુઓ.
બનાવટી જવાબોથી બચો : ‘હું ખરાબ છું’, ‘સામેવાળો નકામો છે’ જેવા જવાબો ઘણી વાર સમસ્યાને સમજવાને બદલે વાત બંધ કરી દે છે. એને બદલે ‘મને આવું કેમ લાગે છે?’ એવો વધુ ચોક્કસ સવાલ પૂછો. જરૂર પડે ત્યારે બ્રેક લો : જો કોઈ સવાલ તમને ખૂબ જ અસ્વસ્થ કરી રહ્યો હોય તો તરત જ વધુ ઊંડા જવાની જરૂર નથી. મન શાંત થયા બાદ ફરીથી આ પ્રક્રિયા કરી શકાય.
ઘણી વાર પાંચ પ્રશ્નો પૂછતાં-પૂછતાં ત્રીજા કે ચોથા પ્રશ્ને પહોંચીને મન અટકી જાય છે. ‘મને ખબર નથી’, ‘કંઈ નથી’ કે ‘એવું જ છે’ જેવા જવાબો આવવા લાગે છે. આવા સમયે જવાબ શોધવા માટે પોતાની જાત પર દબાણ કરવાને બદલે સવાલને થોડો
બદલવો જોઈએ. આ વિશે જાહ્નવી ઠક્કર કહે છે, ‘ઘણી વાર શરૂઆતના જવાબો આપણને સમસ્યાની બહારની સપાટી વિશે જણાવે છે. જ્યારે આપણે આગળના સવાલો પૂછીએ ત્યારે પોતાની લાગણીઓ અને માન્યતાઓ વિશે વિચારવાની તક મળે છે. જોકે દરેક વ્યક્તિમાં આ પ્રક્રિયા એકસરખી
રીતે કામ કરે એવું જરૂરી નથી. જો કોઈ જૂની કે ખૂબ જ સંવેદનશીલ ઘટના સામે
આવે તો પોતાની જાતે એનું અર્થઘટન કરવાને બદલે નિષ્ણાત સાથે વાત કરવી વધુ
યોગ્ય છે.’
5 WHYનો ઉપયોગ માત્ર સમસ્યાઓ માટે જ નહીં, પોતાના ગોલ્સ સમજવા માટે પણ કરી શકાય છે. ધારો કે તમને લાગે છે કે ‘મારે સોશ્યલ મીડિયા પર ફેમસ થવું છે.’
શા માટે?
કારણ કે મને લોકો ઓળખે એ ગમે છે.
શા માટે લોકોની ઓળખાણ જરૂરી લાગે છે?
કારણ કે એથી મને લાગે છે કે હું કંઈક કરી રહ્યો છું.
શા માટે આ લાગણી જરૂરી છે?
કારણ કે મને પોતાની સફળતા વિશે ખાતરી જોઈએ છે.
આ રીતે આગળ વધતાં કદાચ તમને સમજાય કે સોશ્યલ મીડિયા પર ફેમસ થવું તમારો અસલી ગોલ નથી; પરંતુ એની પાછળ ઓળખ, સ્વીકાર, આર્થિક સ્વતંત્રતા કે સર્જનાત્મક અભિવ્યક્તિ જેવી બીજી જરૂરિયાત હોઈ શકે છે.
સાંતાક્રુઝમાં પ્રૅક્ટિસ કરતાં લાઇફ કોચ શીતલ જૈન કહે છે, ‘ઘણી વાર આપણે જે ગોલ બનાવીએ છીએ એની પાછળ સામાજિક દબાણ કે બીજાઓ સાથેની સરખામણી હોય છે. 5 WHY જેવા સવાલો આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે જે જોઈએ છે એ ખરેખર આપણને જોઈએ છે કે આપણે બીજાઓને જોઈને એ ઇચ્છા ઊભી કરી છે. ગોલની પાછળનું કારણ સમજાય ત્યારે એને લઈને આપણી સ્પષ્ટતા વધે છે.’
શાંત જગ્યાએ બેસો અને જે સમસ્યા પર કામ કરવું છે એ એક સ્પષ્ટ વાક્યમાં લખો.
સમસ્યા દેખાય છે ત્યાંથી શરૂઆત કરો અને ‘શા માટે?’ પૂછો.
મળેલા દરેક જવાબને લઈને ફરી ‘શા માટે?’ પૂછો.
પાંચમા જવાબ સુધી પહોંચતાં તમારી આદતો, વિચારો, માન્યતાઓ અને લાગણીઓ તરફ ધ્યાન આપો.
છેલ્લો જવાબ મળ્યા બાદ તરત જ એને ‘અસલી મૂળ કારણ’ ન માની લો. એ એક સંભવિત કારણ કે પૅટર્ન હોઈ શકે છે. હવે એવું એક નાનું પ્રૅક્ટિકલ સ્ટેપ લો જે સમસ્યાના આ પાસા પર કામ કરે.
લાઇફ કોચ શીતલ જૈન આ થિયરીને ડીકોડ કરતાં કહે છે, ‘5 WHY થિયરી સેલ્ફ-અવેરનેસ તરફ જવાનો એક રસ્તો છે. તમે જ્યારે તમારી જાતને પ્રશ્નો પૂછવાનું શરૂ કરો છો ત્યારે જીવનની ગૂંચવાયેલી સમસ્યાઓને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ મળી શકે છે. આપણે ઘણી વાર આળસ, ગુસ્સો, કામ પાછળ ઠેલવું કે સંબંધોમાં થતા તનાવને જ સમસ્યા માનીએ છીએ; પરંતુ એની પાછળ કોઈ માન્યતા, ડર કે અસુરક્ષા કામ કરતી હોઈ શકે છે.
આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે એ આપણને તરત જવાબ આપવાને બદલે સવાલ પૂછવાનું શીખવે છે. આપણે ઘણી વાર સંજોગો કે સામેની વ્યક્તિને દોષ આપીએ છીએ, પરંતુ જ્યારે પોતાની જાતને પણ સવાલ પૂછીએ છીએ ત્યારે આપણા વર્તનમાં રહેલી પૅટર્ન દેખાવા લાગે છે. આ ટેક્નિકનો ઉપયોગ સાચાં લક્ષ્યો અને આકાંક્ષાઓ સમજવા માટે પણ થઈ શકે છે. ઘણી વાર આપણને લાગે છે કે આપણને વધુ પૈસા, નવી નોકરી કે વધુ ફેમ જોઈએ છે; પરંતુ એ પાછળની જરૂરિયાત માનસિક શાંતિ, સ્વીકાર કે ક્રીએટિવ ફ્રીડમ હોઈ શકે છે.
જોકે 5 WHY કોઈ જાદુઈ ફૉર્મ્યુલા નથી કે દરેક સમસ્યાનો એક જ સાચો જવાબ શોધી આપે, પરંતુ પોતાની જાતને વધુ પ્રામાણિક અને ચોક્કસ સવાલો પૂછવા માટે આ એક સરળ
સેલ્ફ-રિફ્લેક્શન ટૂલ બની શકે છે. સમસ્યાનો કોઈ સંભવિત મૂળ પૅટર્ન સમજાય પછી એના પર કામ કરવાની દિશા વધુ સ્પષ્ટ બની શકે છે.’
૦૦૦૦૦૦૦