✕

એકતા કપૂરે ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2ને આપી ઇમોશનલ વિદાય

21 October, 2026 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જેના ૧૬૭ એપિસોડ બનાવવાનું અમે નક્કી કર્યું હતું પણ અંતે ૪૫૦ એપિસોડ બનાવ્યા. ‘ક્યોંકિ...’ માટે મારો પ્રેમ હંમેશાં રહેશે. ફરી મળીશું ત્યાં સુધી.’

એકતા કપૂર

એકતા કપૂરે ‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’ના અંતિમ એપિસોડના પ્રસારણ સાથે શોને ભાવુક વિદાય આપી છે. સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય અભિનીત આ શોના અનેક યાદગાર પ્રસંગો દર્શાવતો વિડિયો શૅર કરીને પ્રોડ્યુસર એકતાએ પોતાના જીવનમાં આ શોનું મહત્ત્વ કેટલું રહ્યું છે એ વ્યક્ત કર્યું હતું.

ગઈ કાલે વિડિયો શૅર કરતાં એકતાએ લખ્યું હતું કે ‘આજે ‘ક્યોંકિ...’નો છેલ્લો એપિસોડ છે. કેટલીક વિદાય આપવી મુશ્કેલ હોય છે, પણ ‘ક્યોંકિ...’ માટે મારા હૃદયમાં હંમેશાં પ્રેમ રહેશે. આ શોએ મને આજે જે વ્યક્તિ છું એ બનાવી છે. હવે એ શોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે જેના ૧૬૭ એપિસોડ બનાવવાનું અમે નક્કી કર્યું હતું પણ અંતે ૪૫૦ એપિસોડ બનાવ્યા. ‘ક્યોંકિ...’ માટે મારો પ્રેમ હંમેશાં રહેશે. ફરી મળીશું ત્યાં સુધી.’

‘ક્યોંકિ...સાસ ભી કભી બહૂ થી 2’નો અંતિમ એપિસોડ ગઈ કાલે સ્ટાર પ્લસ અને જિયોહૉટસ્ટાર પર પ્રસારિત થયો હતો. શોના અંતિમ એપિસોડ પહેલાં સ્મૃતિ ઈરાનીએ પોતાની યુટ્યુબ ચૅનલ પર એક વિડિયો શૅર કર્યો હતો. એમાં તેમણે દર્શકોને શૂટિંગ પાછળની દુનિયાની ઝલક બતાવી હતી અને શો સાથે જોડાયેલા વિવિધ લોકોનો પરિચય કરાવ્યો હતો. સ્મૃતિએ શોની લેખન, નિર્માણ અને સર્જનાત્મક ટીમના સભ્યો ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટ તથા અન્ય કર્મચારીઓનો પણ પરિચય કરાવ્યો હતો. આ તમામ લોકોએ મળીને શોને જીવંત બનાવવામાં આપેલા યોગદાનને તેમણે બિરદાવ્યું હતું.

ekta kapoor smriti irani television news indian television tv show hotstar star plus amar upadhyay social media entertainment news kyunki saas bhi kabhi bahu thi