વાયનાડ ભૂસ્ખલનના અસરગ્રસ્તોની મદદે આવ્યા આ એક્ટર્સ, કરી લાખો રૂપિયાની મદદ

04 August, 2024 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Wayanad Landslide: અલ્લુ અર્જુને કેરળમાં ભૂસ્ખલન ઘટનાના રિલિફ ફંડમાં 25 લાખ રૂપિયાની મદદ કરી હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે.

વિગ્નેશ શિવન-નયનતારા અને અલ્લુ અર્જુન (ફાઇલ તસવીર)

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયા બાદ (Wayanad Landslide) મોટા પ્રમાણમાં તબાહી મચી છે. કુદરતના કહેરથી અત્યાર સુધીમાં 308 લોકોનું મૃત્યુ થયું છે અને હજી સુધી સેંકડો લોકો લાપતા છે. કેરળમાં થયેલી ભૂસ્ખલનની ઘટના બાદ સરકાર દ્વારા મૃતક અને નુકસાનગ્રસ્ત લોકોને આર્થિક મદદ જાહેર કરી છે. હવે પ્રશાસન સાથે સાઉથની ફિલ્મોના એક્ટર્સે પણ મુસીબતમાં ફસાયેલા લોકો માટે મદદનો હાથ આગળ કર્યો છે. સાઉથની ફિલ્મોના સ્ટાર્સ નયનતારા, તેનો પતિ વિગ્નેશ શિવન, મોહનલાલે રાહત ફંડમાં લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને હવે ફિલ્મ `પુષ્પા 2` એક્ટર અલ્લુ અર્જુને પણ મદદનો હાથ લંબાવ્યો છે. અલ્લુ અર્જુને કેરળમાં ભૂસ્ખલન ઘટનાના રિલિફ ફંડમાં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. 30 જુલાઈના રોજ ચુરલમાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. જેને લઈને અનેક અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પીડિતો માટે પ્રાર્થના પણ કરી છે અને તેમને આર્થિક મદદ પણ કરી છે.

અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી અને ભૂસ્ખલનની ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. અલ્લુ અર્જુને (Wayanad Landslide) લખ્યું કે, `વાયનાડમાં તાજેતરમાં થયેલા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. કેરળએ હંમેશા મને ઘણો પ્રેમ આપ્યો છે અને હું તેના પુનઃનિર્માણ માટે કેરળ સીએમ રિલીફ ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપીને ફરી યોગદાન આપવા માગુ છું. તમારી સુરક્ષા અને શક્તિ માટે પ્રાર્થના પણ કરું છું. અલ્લુ અર્જુન અગાઉ સાઉથ સુપર સ્ટાર મોહનલાલે પણ ત્રણ કરોડ રૂપિયાની મદદ કરી હતી.

મોહનલાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી અને સોશિયલ મીડિયા પર તેની ઝલક બતાવી હતી. આ સાથે શાહરુખ ખાનની ફિલ્મ `જવાન`માં જોવા મળેલી અભિનેત્રી નયનથારા (Wayanad Landslide) અને તેના પતિ વિગ્નેશ શિવને પણ રાહત ફંડમાં 20 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. હાલમાં વાયનાડમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 30 જુલાઈના રોજ ચુરલમાલા અને મુંડક્કાઈમાં ભૂસ્ખલન થયું હતું. ઘણા લોકો હજુ પણ ગુમ છે તેમ જ એનડીઆરએફ અને ભારતીય સેનાના જવાનો દ્વારા સતત રેસક્યું મિશન ચલાવવામાં આવી રહ્યું છે.

વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની ઇન્ડિયન સ્પેસ રરિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ બહાર પાડેલી સૅટેલાઇટ-ઇમેજમાં જોવા મળે છે કે ૮૬,૦૦૦ સ્ક્વેર મીટર જમીન ધસી ગઈ હતી અને એનો કાદવ ઇરુવન્જિપ્પુઝા નદીમાં ૮ કિલોમીટર સુધી વહ્યો હતો. એ દરમ્યાન એની ચપેટમાં આવેલાં ગામડાં તણાઈ ગયાં હતાં કાં તો કાદવ નીચે દટાઈ ગયાં (Wayanad Landslide) હતાં. નવાઈની વાત એ છે કે જે જગ્યાએથી ભૂસ્ખલન થયું હતું ત્યાં ગયા વર્ષે પણ જમીન ધસી ગઈ હતી. ISROએ એના ફોટો સાથે પુરાવા પણ જાહેર કર્યા હતા છતાં કેરલા સરકારે આ વાત ગંભીરતાથી લીધી ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

allu arjun kerala nayanthara mohanlal south india pushpa bollywood news bollywood