ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

04 December, 2020 06:04 PM IST  |  Mumbai | Mumbai correspondent

ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

ટ્વિસ્ટ ઍન્ડ ટર્નવાળી સ્ક્રિપ્ટ ખૂબ પસંદ છે અર્શદ વારસીને

અર્શદ વારસીનું કહેવું છે કે સ્ટોરીમાં ટ્વિસ્ટ અને ટર્ન લાવે એવાં પાત્રો તેને ખૂબ જ પસંદ છે. અર્શદ હાલમાં ભૂમિ પેડણેકરની ‘દુર્ગામતી : ધ મિથ’માં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે અને ફિલ્મ કેવી હશે એ તો અગિયાર ડિસેમ્બરે જ ખબર પડશે. આ ફિલ્મમાં અર્શદ વારસી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વિશે અર્શદે કહ્યું હતું કે ‘આ પાત્ર ભજવવાનું મારું કારણ એ છે કે સ્ક્રિપ્ટ ખૂબ જ સારી છે. આ એક એવી સ્ક્રિપ્ટ છે જે એકદમ ઇન્ડિયન અને દર્શકોને પસંદ આવે એવી છે. આ ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન ઘણા આવે છે અને એ કેટલા જરૂરી છે એ વાત પણ મને ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મમાં એવી દરેક વાત છે જે એક સારી ફિલ્મ માટે દર્શકોને જોઈએ છે. આ ફિલ્મને લોકો પસંદ કરશે એવી મને ઘણી આશા છે.’

mumbai bollywood bollywood news bollywood gossips arshad warsi