09 April, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટ પર
કાર્તિક આર્યન અને શ્રીલીલા ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને એનું નામ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં આ ફિલ્મના શૂટિંગ-લોકેશનનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં શ્રીલીલા સાથે ફૅન્સે કરેલું શરમજનક વર્તન ચર્ચાનો મુદ્દો બન્યું છે.
આ વાઇરલ વિડિયોમાં શ્રીલીલા અને કાર્તિક તેમની ટીમ સાથે ભીડમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે અચાનક સિક્યૉરિટીની વચ્ચે ભીડમાંથી એક ફૅન શ્રીલીલાનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે. હકીકતમાં ફૅને સેલ્ફી લેવા માટે આવું વર્તન કર્યું હોય છે, પણ તેના પર આ રીતે અચાનક થયેલા હુમલાથી શ્રીલીલા ગભરાઈ જાય છે. જોકે કાર્તિકને આ વાતની ખબર પણ નથી અને તે પોતાની ધૂનમાં આગળ વધતો રહે છે. શ્રીલીલા પર અટૅકનો આ વિડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો એની માહિતી મળી શકી નથી.
જેમ-જેમ આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માંડ્યો છે એમ-એમ શ્રીલીલાના ફૅન્સ તેની સુરક્ષાને લઈને ચિંતામાં છે. આ વિડિયો જોઈને કેટલાક ફૅન્સે તો કાર્તિકની બેદરકારીની ટીકા કરી છે.