સોનુ સૂદે ટ્વિટર એન્ગેજમેન્ટ લિસ્ટમાં બૉલીવુડના દિગ્ગજોને મુક્યા પાછળ

23 November, 2020 07:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ સૂદે ટ્વિટર એન્ગેજમેન્ટ લિસ્ટમાં બૉલીવુડના દિગ્ગજોને મુક્યા પાછળ

સોનુ સૂદ (ફાઈલ તસવીર)

બૉલીવુડ સેલેબ્ઝ હોય કે રાજકારણી તેઓ ફેન્સના ટચમાં રહેવા માટે ટ્વિટરનો સૌથી વધુ ઉપયોગ  કરે છે. કોરોના મહામારી દરમિયાન સૌથી વધુ ટ્વિટર યુઝ કરવાની બાબતમાં સોનુ સૂદ (Sonu Sood)નું નામ પહેલી હરોળમાં આવ્યું છે. જેણે બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન (Shah Rukh Khan), ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષય કુમાર (Akshay Kumar) જેવા મોટા સ્ટાર્સને ટ્વિટર એન્ગેજમેન્ટમાં પાછળ રાખી દીધા છે. સોશ્યલ મીડિયા એનાલિટિક્સ ફર્મ 'ટ્વિટિટ' દ્વારા ઓક્ટોબરના એનાલિસિસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં સોનુ સૂદ ચોથા નંબર પર છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે.

ટ્વિટિટ દ્વારા જે કેટેગરીઝની વચ્ચે આ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં રાજકારણી, જર્નલિસ્ટ, બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર અને ઇન્વેસ્ટર્સ, ખેલાડી, શેફ, લેખક, કોમેડિયન અને મૂવી સ્ટાર્સ સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં સૌથી ટોપ પર છે. બીજા નંબર પર રાહુલ ગાંધી છે. ત્રીજા પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ સૂદ છે.

શાહરુખ ખાનના ટ્વિટર પર 41.3 મિલિયન ફોલોઅર્સ છે જ્યારે સોનુના માત્ર 4.6 મિલિયન એટલે કે શાહરુખના ફોલોઅર્સનો દસમો ભાગ. તેમ છતાં સોનુએ 2.4 મિલિયન એન્ગેજમેન્ટ સાથે બૉલીવુડ સ્ટાર્સના લિસ્ટમાં ટોપ પર છે. સોનુની વાત કરીએ તો તે પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સતત ટ્વિટર યુઝ કરી રહ્યો છે.

શાહરુખ ખાન માત્ર મૂવી સ્ટાર્સવાળા લિસ્ટમાં 7.3 લાખ એન્ગેજમેન્ટ સાથે બીજા નંબર પર જ્યારે અક્ષય કુમાર 6.72 લાખ એન્ગેજમેન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અનુપમ ખેર (Anupam Kher) 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે ચોથા નંબર પર અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh) 4.2 લાખ એન્ગેજમેન્ટ સાથે પાંચમા નંબર પર છે. પૂજા હેગડે (Pooja Hegde) ટોપ 10માં સામેલ છે અને તેનું એન્ગેજમેન્ટ 2.51 લાખ છે.

તમને જણાવી દઈએ કે, લૉકડાઉન દરમિયાન સોનુ સૂદ ટ્વિટર પર સતત એક્ટિવ હતો અને તેના દ્વારા તે લાખો જરૂરિયાતમંદોની મદદે પહોંચ્યો હતો.

entertainment news bollywood bollywood news twitter sonu sood akshay kumar Shah Rukh Khan anupam kher pooja hegde riteish deshmukh narendra modi