midday

દીકરી સાથે મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે શત્રુઘ્ન સિંહા

29 September, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરી સાથે મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે શત્રુઘ્ન સિંહા
શત્રુઘ્ન સિંહા તેમની દીકરી સોનાક્ષી સિંહા સાથે

શત્રુઘ્ન સિંહા તેમની દીકરી સોનાક્ષી સિંહા સાથે

શત્રુઘ્ન સિંહા તેમની દીકરી સોનાક્ષી સિંહા સાથે પહેલી વાર મ્યુઝિક વિડિયોમાં જોવા મળશે. આ ગીતનું નામ ‘ઝરૂરત’ છે. આ ગીતમાં તેમની સાથે કિરણ બેદી, સોનલ માનસિંહ, લક્ષ્મી અગરવાલ, લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને અનિ ચોયિંગ ડ્રોલ્મા પણ જોવા મળશે. આ કપરા સમયમાં લોકોમાં આશા જગાવી રાખવા માટે આ ગીત બનાવવામાં આવ્યું છે. આ વિશે શત્રુઘન સિંહાએ કહ્યું હતું કે ‘લોકોનાં દુઃખદર્દનો આ ગીતમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને એને કેવી રીતે હળવું કરવું એ પણ છે. આ મુશ્કેલ સમયમાં આપણે પૉઝિટિવ રહેવું જોઈએ અને મને ખુશી છે કે હું આ ક્રીએટિવ ગીત માટે મારો અવાજ આપી રહ્યો છું.’

આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘આપણે હાલમાં ઘણા મોટા-મોટા પ્રૉબ્લેમ્સમાંથી પસાર થઈ રહ્યા છીએ જેવા કે ઇકૉનૉમી નીચે જવી, અંદર-અંદર મતભેદ અને બૉર્ડર પરનું ટેન્શન. આપણને આવા ગીતની હાલમાં ખૂબ જ જરૂર છે જે લોકોના ચહેરા પર સ્માઇલ લાવી શકે.’

entertainment news bollywood bollywood news bollywood gossips shatrughan sinha sonakshi sinha