04 February, 2021 12:31 PM IST | Mumbai | Mumbai correspondent
રીલની સાથે રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે રિચા ચઢ્ઢાને
રિચા ચઢ્ઢાનું કહેવું છે કે તેને રીલ લાઇફમાં નહીં, પરંતુ રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા પસંદ છે. તેની ‘લાહોર કૉન્ફિડેન્શ્યલ’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે એક પોએટ અને સ્પાય હોય છે. આ ફિલ્મમાં તેના પાત્ર માટે ઉર્દૂ કવિતા ખૂબ જ જરૂરી હતી. આ વિશે વાત કરતાં રિચાએ કહ્યું હતું કે ‘મને રિયલ લાઇફમાં પણ ઉર્દૂ કવિતા ખૂબ જ પસંદ છે. દિલ્હીમાં મોટા થયેલા અથવા તો નૉર્થ-ઈસ્ટ સાઇડ મોટા થયેલા લોકોના જીવનમાં ઉર્દૂ કવિતાએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય છે. અહીં એક કલ્ચર છે જ્યાં લોકો કવિતા અને મુશાયરા સાંભળવા માટે જાય છે. મેં ક્યારેય સપનામાં પણ ઉર્દૂ બોલવાનું નહોતું વિચાર્યું, પરંતુ મેં બશીર બદ્ર, અહમદ ફૈઝ અને સાહિર લુધિયાનવી જેવા ઘણા લોકોને વાંચ્યા છે. આજનું યુથ ફૉલો કરી શકે એવા ઘણા કવિઓ હજી પણ છે. મને લાગે છે કે મને કવિતામાં રસ હોવાથી મારા માટે આ પાત્ર સરળ બન્યું હતું.’