રણબીર કપૂર અને આલિયા ભટ્ટે માણી T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચ

07 March, 2026 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરી રાહાનો ચહેરો સંતાડવાની કોઈ ચિંતા કર્યા વિના રણબીર કપૂર અને આલિયા ભટ્ટે માણી T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે માણી T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ મૅચ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે તેમની દીકરી રાહા કપૂરને લઈને વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત‑ઇંગ્લૅન્ડ વચ્ચેની T20 સેમી-ફાઇનલ મૅચ જોવા ગયાં હતાં. આ મૅચ માણતી વખતની તેમની અનેક તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરોમાં આલિયા, રણબીર અને રાહા સિવાય સ્ટેડિયમમાં વરુણ ધવન, અનિલ કપૂર, નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે રણબીર અને આલિયા જાહેરમાં રાહાનો ચહેરો દેખાડવાનું ટાળે છે પણ મૅચ જોતી વખતે તેમણે આવા કોઈ પ્રયાસ નહોતા કર્યા અને તેઓ એકદમ રિલૅક્સ્ડ હતાં.

ranbir kapoor alia bhatt Raha Kapoor india england varun dhawan bollywood buzz bollywood gossips bollywood news bollywood entertainment news cricket news sports news sports wankhede mumbai mumbai news world cup