16 December, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુષ્પા 2: ધ રૂલ ફિમ્લનું પોસ્ટર
શનિવારે બૉક્સ-ઑફિસ પર ૪૬.૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને હિન્દી ‘પુષ્પા 2: ધ રૂલ’ ૫૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પ્રવેશી ગઈ છે. માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરીને આ ફિલ્મે આ સિદ્ધિ મેળવવામાં ‘જવાન’, ‘સ્ત્રી 2’ જેવી તમામ ફિલ્મોને પાછળ રાખી દીધી છે. ૧૦ દિવસમાં આ ફિલ્મનો બિઝનેસ ૫૦૭.૫૦ કરોડ રૂપિયાનો થઈ ગયો છે.