midday

ફાયર નહીં વાઇલ્ડફાયર

07 December, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જવાનને પાછળ રાખી દીધી, હિન્દી પુષ્પા 2એ પહેલા દિવસે રેકૉર્ડબ્રેક ૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી
પુષ્પા 2: ધ રૂલ ફિમ્લનું પોસ્ટર

પુષ્પા 2: ધ રૂલ ફિમ્લનું પોસ્ટર

ગુરુવારે રિલીઝ થયેલી ‘પુષ્પા 2: ધ રૂલ’એ હિન્દી ફિલ્મોના આગલા તમામ રેકૉર્ડ‍્સના ભુક્કા બોલાવી દીધા છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મની હિન્દી આવૃિત્તએ પહેલા દિવસે ભારતમાં ૭૨ કરોડ રૂપિયાનું નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન કરીને ‘જવાન’ને બીજા સ્થાને ધકેલી દીછી છે. શાહરુખ ખાનની ‘જવાન’ પ્રથમ દિવસે ૬૫.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને અત્યાર સુધી ફર્સ્ટ ડેના બિઝનેસમાં નંબર વન હિન્દી ફિલ્મ હતી. ‘પુષ્પા 2: ધ રૂલ’ કોઈ રજાના દિવસે કે કોઈ તહેવારના સમયે નથી આવી છતાં પહેલા દિવસે એણે ધોધમાર ધંધો કર્યો છે. અત્યાર સુધીની હિન્દીમાં ડબ થયેલી કોઈ પણ ફિલ્મ માટે આ ફર્સ્ટ ડેનો હાઇએસ્ટર બિઝનેસ છે.

પહેલા દિવસે ૫૦ કરોડ+નો બિઝનેસ કરનારી ૮ હિન્દી ફિલ્મો

પુષ્પા 2 હિન્દી    ૭૨ કરોડ
જવાન    ૬૫.૫૦ કરોડ
સ્ત્રી 2     ૫૫.૪૦ કરોડ
પઠાન    ૫૫ કરોડ
ઍનિમલ    ૫૪.૭૫ કરોડ
KGF 2 હિન્દી    ૫૩.૯૫ કરોડ
વૉર    ૫૧.૬૦ કરોડ
ઠગ્સ ઑફ હિન્દુસ્તાન     ૫૦.૭૫ કરોડ

પહેલા દિવસે જગતભરમાં ૨૯૪ કરોડ રૂપિયાની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો

‘પુષ્પા 2" ધ રૂલ’એ પહેલા દિવસે જગતભરમાં ૨૯૪ કરોડ રૂપિયાની કમાણી કરીને ભારતીય સિનેમામાં નવું કીર્તિમાન સ્થાપન કર્યું છે. આ પહેલાં આ રેકૉર્ડ ‘RRR’ના નામે હતો, જેણે વિશ્વભરમાં પહેલા દિવસે ૨૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘પુષ્પા 2 : ધ રૂલ’નો ક્રેઝ કેટલો છે એનું ઉદાહરણ સુરતના ચરણજિત ક્રીએશનના સાડી-ડિઝાઇનર અને માલિક ચરણપાલ સિંહે પૂરું પાડ્યું છે. તેમણે અલ્લુ અર્જુનની આ ફિલ્મના પોસ્ટરને સાડી પર પ્રિન્ટ કરાવડાવ્યું છે.

pushpa allu arjun rashmika mandanna box office Shah Rukh Khan jawan bollywood bollywood news entertainment news