16 December, 2024 10:58 AM IST | Jeddah | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડાએ હસબન્ડ નિક જોનસ સાથે ત્યાં રણમાં મજા કરી
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપ્યા પછી પ્રિયંકા ચોપડાએ હસબન્ડ નિક જોનસ સાથે ત્યાં રણમાં મજા કરી. ઊંટ સાથે ફોટો પડાવ્યા અને એ.ટી.વી. એટલે કે ઑલ ટેરેન વ્હીકલની સવારી પણ કરી. ઇન્સ્ટાગ્રામ પર આ વેકેશનની તસવીરો પોસ્ટ કરીને લખ્યું: આવા વધુ દિવસો જોઈએ છે જીવનમાં.