06 December, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રાજપૂતનું વેલનેસ સેન્ટર
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ‘ધુન’ નામનું એક વેલનેસ સેન્ટર પણ ચલાવે છે. આ સેન્ટરમાં આયુર્વેદિક થેરપી આપવામાં આવે છે. તાજેતરમાં મીરાએ એક ઇન્ટરવ્યુમાં આ થેરપીના ચાર્જ વિશે ખુલાસો કર્યો છે જે સાંભળીને લાગે છે કે આ વેલનેસ સેન્ટર બહુ મોંઘુંદાટ છે.
મીરાએ ઇન્ટરવ્યુમાં વેલનેસ સેન્ટરની થેરપી વિશે જણાવતાં કહ્યું કે ‘અમારી સૌથી પૉપ્યુલર થેરપી ‘ડીપ ટિશ્યુ’ છે, જેના ૬૦ મિનિટના સેશનની કિંમત ૬૫૦૦ રૂપિયા છે. એ સિવાય અભ્યંગ થેરપીના ૯૦ મિનિટના સેશનની કિંમત ૫૫૦૦ રૂપિયા અને ઉદ્વર્તનમ થેરપીના ૬૦ મિનિટના સેશનની કિંમત ૮૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય ત્યાં એક ખાસ હીલિંગ થેરપી પણ આપવામાં આવે છે જેના ૧૫ મિનિટના સેશનની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે.’