midday

કાજોલે ગોરેગામમાં ૨૮.૭૮ કરોડ રૂપિયાની કમર્શિયલ પ્રૉપર્ટી ખરીદી

13 March, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલાં કાજોલે જુલાઈ ૨૦૨૩માં ૨૦૯૭ સ્ક્વેર ફીટની કમર્શિયલ પ્રૉપર્ટી ઓશિવરામાં ૭.૬૪ કરોડ રૂપિયામાં ખરીદી હતી.
કાજોલ

કાજોલ

કાજોલે ગોરેગામ-વેસ્ટમાં રિયલ એસ્ટેટ ડેવલપર ભારત રિયલ્ટી વેન્ચર્સ લિમિટેડ પાસેથી ૪૩૬૫ સ્ક્વેર ફીટ કમર્શિયલ પ્રૉપર્ટી ૬૫,૯૪૦ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટના ભાવે ૨૮.૭૮ કરોડ રૂપિયામાં ખરીદી છે. આ પ્રૉપર્ટી માટે તેણે ૬ માર્ચે ૧.૭૩ કરોડ સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફીના ભર્યા હતા. આ પ્રૉપર્ટી સાથે તેને પાંચ પાર્કિંગ-સ્પેસ મળી છે. આ જ બિ​લ્ડિંગમાં અમિતાભ બચ્ચન, સારા અલી ખાન અને કાર્તિક આર્યને પણ કમર્શિયલ પ્રૉપર્ટી ખરીદી છે. આ પહેલાં કાજોલે જુલાઈ ૨૦૨૩માં ૨૦૯૭ સ્ક્વેર ફીટની કમર્શિયલ પ્રૉપર્ટી ઓશિવરામાં ૭.૬૪ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

Whatsapp-channel
kajol real estate property tax goregaon bollywood news bollywood entertainment news