Jawan: શાહરુખ ખાનની ફિલ્મના ટ્રેલર માટે કાઉન્ટડાઉન શરૂ, ફેન્સ છે સુપર એક્સાઇટેડ

07 September, 2023 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શાહરૂખ ખાને હાલમાં જ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ‘જવાન’ના ટ્રેલર અંગે માહિતી શેર કરી હતી.

શાહરૂખ ખાનની ફિલ્મ `જવાન`નું પોસ્ટર (ફાઈલ તસવીર)

શાહરૂખ ખાને (shah rukh khan) ચાર વર્ષ પછી ફિલ્મ પઠાણથી સિનેમાઘરોમાં પુનરાગમન કર્યું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં જોરદાર કમાણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સુપરહિટ રહી હતી. દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. તે જ સમયે પઠાણની સફળતા પછી હવે શાહરૂખ જલ્દી જ ફિલ્મ ‘જવાન’ સાથે એન્ટ્રી કરવા જઈ રહો છે. ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મને લઈને લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં જ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 15 સેકન્ડનું હશે. ફિલ્મના સર્ટિફિકેશન બાદ હવે ટ્રેલરને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે.

શાહરૂખ ખાને હાલમાં જ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ‘જવાન’ના ટ્રેલર અંગે માહિતી શેર કરી હતી. શાહરૂખ ખાને તે પોસ્ટમાં વીડિયો શેર કર્યો હતો. વિડિયોમાં કહેવામાં આવ્યું છે કે જવાનનું ટ્રેલર આવતીકાલે એટલે કે 10 જુલાઈના રોજ સવારે 10.30 વાગ્યે રિલીઝ થવાનું છે. આ પોસ્ટ શેર કરતી વખતે શાહરૂખે કેપ્શનમાં લખ્યું હતું, ‘મેં પુણ્ય હું યા પાપ હું?.. મેં ભી આપ હું’

Shah Rukh Khan sanya malhotra gauri khan ridhi dogra bollywood news bollywood gossips bollywood entertainment news jawan