03 September, 2026 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેકી શ્રોફની સોશિયલ મીડિયા પોસ્ટ
જૅકી શ્રોફે ગઈ કાલે ઍક્ટ્રેસ સાધનાની ૮૫મી જન્મજયંતી નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જૅકીએ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં સાધનાની અનેક વિન્ટેજ બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરોનો કોલાજ શૅર કરીને તેમની યાદને તાજી કરી હતી. જૅકીએ શૅર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘સાધનાજીને તેમની જન્મજયંતીએ યાદ કરીએ છીએ.’ જૅકીએ આ શ્રદ્ધાંજલિ સાથે લતા મંગેશકરનું અમર ગીત ‘તેરા મેરા પ્યાર અમર’ બૅકગ્રાઉન્ડમાં વગાડ્યું હતું જેના કારણે પોસ્ટ વધુ ભાવુક બની ગઈ હતી.