અજય દેવગનની શૈતાન જે ફિલ્મ પરથી બની, એ `વશ` શેમારૂ પર આવશે?

15 April, 2024 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ સતત રીમેકને કારણે ચર્ચામાં રહે છે, બલિવૂડને પોતાની રીમેક ગમે છે, અને તે ફિલ્મોમાં પૉપકૉર્નની જેમ જ સામાન્ય છે.

વશ - શૈતાન

બૉલિવૂડ સતત રીમેકને કારણે ચર્ચામાં રહે છે, બલિવૂડને પોતાની રીમેક ગમે છે, અને તે ફિલ્મોમાં પૉપકૉર્નની જેમ જ સામાન્ય છે. ઓલ ટાઈમ ફેવરેટ `શોલે` હોય કે પછી વિવાદાસ્પદ રહેલી `કબીર સિંહ` અને તાજેતરનું ઉદાહરણ ગુજરાતી ફિલ્મ `વશ`માંથી બનેલી `શૈતાન` સુદ્ધા, આ કામ હંમેશા લોકોને એ વાત વિચારવા પર મજબૂર કરે છે કે શું ખરેખર ફિલ્મની રીમેક બનાવવી જોઈએ. જ્યાં બૉલિવૂડની પ્રેરણા માટે મોટા ભાગે દક્ષિણ ભારતની ફિલ્મો તરફ જોવામાં આવતું હતું, ત્યાં હવે બૉલિવૂડ મેકર્સ પોતાનું ધ્યાન ગુજરાતની લાઈવ સ્ટોરીઝ તરફ પણ કેન્દ્રિત કરી રહ્યા છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગુજરાતી ફિલ્મ `વશ`, જેને હિન્દીમાં `શૈતાન` નામે બનાવવામાં આવી છે, આ ફિલ્મમાં અજય દેવગન, આર. માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા અને અંગદ રાજે પણ અભિનય કર્યો છે. આ રીમેક ગુજરાતી સંસ્કૃતિની રચનાત્મકતાનો ઉપયોગ કરે છે, આની અવનવી સ્ટોરી કહેવાની કળાની ઝલક રજૂ કરે છે.

ઓટીટી પ્રીમિયર માટે `વશ` શું શેમારુમીને પસંદ કરશે એવી અટકળો ચાલી રહી છે ત્યારે આ બાબત, બૉલિવૂડમાં ક્ષેત્રીય સામગ્રીની વ્યાવસાયિક અપીલને પણ દર્શાવે છે. મિક્સ રિવ્યૂઝ છતાં `શૈતાન` ક્ષેત્રીય વાર્તાઓ પ્રત્યે બૉલિવૂડના ચાલ્યા આવતા આકર્ષણને દર્શાવે છે, ઈન્ડસ્ટ્રીની સ્ટોરી કહેવાની શોધ અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી સ્ટોરીના આકર્ષણને દર્શાવે છે.

આ રૂપાંતરને લઈને ઉત્સાહ વચ્ચે, રીમેકની યોગ્યતા વિશે પણ સતત પ્રશ્નો ઉઠ્યા છે. શું તે ખરેખર મૂળના સારને પકડી શકે છે, કે તે આની પ્રમાણિકતાને ઘટાડવાનું જોખમ ઉઠાવે છે? `શૈતાન`ની 7.7ની તુલનામાં `વશ`ને 8.3ની ખાસ્સી વધારે આઈએમડીબી રેટિંગ મળતાં, આ ચર્ચા વધુ જોર પકડતી જોવા મળે છે.

આવા અનેક પ્રશ્નો હોવા છતાં, `વશ` અને `શૈતાન`ની સફળતા એક મોસ્ટ ઇમ્પેક્ટફુલ બૉલિવૂડ ફિલ્મ તરફ આગળ વધવાના સંકેત આપે છે. જેમ કે, ઈન્ડસ્ટ્રી ક્ષેત્રીય સિનેમા, ખાસ તો ગુજરાતની જીવંત કથાઓની શોધ કરે છે, આ વધારે વિવિધ અને રોમાંચક ફિલ્મી દ્રશ્ય તરફ આગળ વધતું વધું એક પગલું છે. દર્શકોને નવી અને પ્રમાણિક સ્ટોરીઝની સાથે, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સિનેમાના મિશ્રણનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે, જે ભારતીય ફિલ્મો માટે એક નવા સ્વર્ણ યુગનો દાવો પણ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વશ ફિલ્મ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને નીલમ પંચાલે લીડ કેરેક્ટર પ્લે કર્યા હતા. જ્યારે શૈતાનની વાત કરીએ તો શૈતાનમાં આર માધવન, જાનકી બોડીવાલા, જ્યોતિકા, અજય દેવગન અને અંગદ રાજે લીડ કેરેક્ટર પ્લે કર્યા છે. આ બન્ને ફિલ્મોએ બૉક્સ ઑફિસમાં ખાસ્સું કલકેશન કર્યું છે. જાનકી બોડીવાલાની એક્ટિંગને બન્ને ફિલ્મો માટે પ્લસ પ્લસ માર્ક્સ આપવામાં આવ્યા છે.

janki bodiwala ajay devgn bollywood buzz bollywood news hiten kumar hitu kanodia nilam panchal r. madhavan shaitan bollywood gossips bollywood entertainment news gujarati film dhollywood news