30 July, 2020 11:20 PM IST | Mumbai Desk | Agencies
આયુષ્માન ખુરાના
અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં આયુષ્માન ખુરાના ક્રૉસ-ફંક્શનલ ઍથ્લીટની ભૂમિકામાં જોવા મળશે. ઉત્તર ભારતની સ્ટોરી પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં કરવામાં આવશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. પોતાના રોલ માટે ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનમાંથી પસાર થવું પડશે એવું જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘વર્તમાનમાં અભિષેક અલગ પ્રકારનું સિનેમા બનાવવા માટે જાણીતો છે. હું ખુશ છું કે મને તેની સાથે કામ કરવાની તક મળી ગઈ છે, જે મારા દિલની નજીક છે. આ ફિલ્મ દ્વારા લોકોને એક ઇમોશનલ રાઇડ મળશે. આ પૂરી રીતે ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે. આ સુંદર, પ્રોગ્રેસિવ લવ સ્ટોરી છે જે તમારાં દિલોને સ્પર્શી જશે. હું એકદમ નવા અવતારમાં દેખાવાનો છું. આ અગાઉ કદી પણ મેં સ્ક્રીન પર આવો રોલ નથી કર્યો. હું લોકોનાં રીઍક્શન જાણવા માટે આતુર છું. આ પ્રોસેસ ગંભીર અને પીડાદાયક રહેવાની છે, જોકે એ દર્દનું પરિણામ પણ મળવાનું છે.’
ફિલ્મ વિશે અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘આયુષ્માન અને હું ચોક્કસ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે. આ ફિલ્મ અમારા બન્ને માટે સ્પેશ્યલ ફિલ્મ રહેવાની છે. અમારી ઇચ્છા છે કે દર્શકો થિયેટર્સમાં એક કમ્યુનિટી તરીકે આ ફિલ્મ જોવા માટે આવે. એના માટે અમે કોઈ કસર બાકી નહીં રાખીએ. બેસ્ટ ફિલ્મ બનાવવા માટે અમે બનતા બધા પ્રયાસો કરીશું. આયુષ્માન ક્રૉસ-ફંક્શનલ ઍથ્લીટની ભૂમિકામાં જોવા મળશે. એના માટે તેને એવું ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવું પડશે જે તેણે આ અગાઉ કદી પણ નથી કર્યું. એ પડકારજનક રહેશે અને એના માટે તે તૈયાર છે.’