03 February, 2021 01:00 PM IST | Mumbai | Mumbai correspondent
હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનને લોકોના વ્યક્તિ ગણાવ્યા અનુપમ ખેરે
અનુપમ ખેરે યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનને લોકોના માણસ ગણાવ્યા છે. અનુપમ ખેરે દિલ્હીમાં તેમની સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘થૅન્ક યુ હેલ્થ મિનિસ્ટર. દિલ્હીમાં હર્ષવર્ધનજી અને તેમનાં જાજરમાન અને દયાળુ વાઇફ નૂતનજી સાથે સવારનો સમય પસાર કરવાનો અનુભવ ખૂબ સરસ રહ્યો હતો. સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ સહિત તેમની સાથે સમય પસાર કરવાનો અવસર મળ્યો એ મારા માટે એક આહ્લાદક અનુભવ રહ્યો હતો. તેઓ ખરેખર લોકોના માણસ છે. તેમને અને તેમની નિઃસ્વાર્થ સેવાની જય હો.’