✕

અનન્યા પાંડે અક્ષય કુમારના દીકરા આરવ ભાટિયાનો અંદાજ જોઈ ઑબ્સેસ્ડ

26 November, 2026 03:27 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

આરવ અને અનન્યાની મિત્રતા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં અનન્યા અને આરવ સાથે વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં.

આરવ ભાટિયા અને અનન્યા પાંડે

અક્ષય કુમારનો દીકરો આરવ ભાટિયા ભલે અત્યારે ફિલ્મોથી દૂર હોય, પણ પોતાની સ્ટાઇલ અને ફૅશન-સેન્સને કારણે અવારનવાર ચર્ચામાં આવી જાય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આરવની કેટલીક ખાસ તસવીરો જોવા મળી હતી. આ તસવીરો જયપુરમાં યોજાયેલા ‘300 યર્સ ઑફ જયપુર’ સમારોહની છે, જેમાં આરવ પોતાના ખાસ રૉયલ અંદાજમાં જોવા મળ્યો હતો. આરવનો આ ડ્રેસ જાણીતા ડિઝાઇનર રોહિત બાલે તૈયાર કર્યો હતો. આરવની આ તસવીર અને રૉયલ લુક ફૅન્સને બહુ પસંદ પડ્યો અને અનન્યા પાંડેએ તો આ તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ‘ઓકે, ઑબ્સેસ્ડ.’ અનન્યાની આ કમેન્ટ પરથી સ્પષ્ટ હતું કે તેને આરવનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો છે. ખાસ વાત તો એ છે કે આરવ અને અનન્યાની મિત્રતા પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં અનન્યા અને આરવ સાથે વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં જ્યાં બન્નેએ સાથે મળીને બેકિંગ પણ કર્યું હતું.

Ananya Panday fashion news fashion social media rohit bal akshay kumar jaipur entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood