✕

અલ્લુ અર્જુનની દીકરી થઈ ૧૦ વર્ષની, ડૅડીએ વરસાવ્યું વહાલ

22 November, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે તેની દીકરી અરહાની દસમી વર્ષગાંઠ હતી એ નિમિત્તે તેણે સોશ્યલ મીડિયા પર એક ક્યુટ પોસ્ટ મૂકી હતી. તેણે દીકરી સાથેની એક સુંદર બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરી હતી.

અલ્લુ અર્જુન અને તેની દીકરી અલ્લુ અરહા

ફિલ્મ ‘પુષ્પા’ના સુપરસ્ટાર અલ્લુ અર્જુને ચાહકોને પોતાના અંગત જીવનની એક સુંદર ઝલક બતાવી છે. ગઈ કાલે તેની દીકરી અરહાની દસમી વર્ષગાંઠ હતી એ નિમિત્તે તેણે સોશ્યલ મીડિયા પર એક ક્યુટ પોસ્ટ મૂકી હતી. તેણે દીકરી સાથેની એક સુંદર બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરી હતી જેમાં તે દીકરી પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. આ તસવીર સાથે અલ્લુ અર્જુને કૅપ્શનમાં લખ્યું હતું, ‘મારા જીવનની ખુશીને જન્મદિવસની શુભેચ્છા.’ અરહાએ ૨૦૨૩માં આવેલી તેલુગુ પૌરાણિક ફિલ્મ ‘શાકુંતલમ’માં રાજકુમાર ભરતની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની હિરોઇન સમંથા રુથ પ્રભુ હતી. અલ્લુ અર્જુનને અયાન નામનો દીકરો પણ છે, તે ૧૨ વર્ષનો છે.

allu arjun happy birthday social media instagram entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood