23 October, 2024 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`પુષ્પા 2: ધ રૂલ` ફિલ્મનું પોસ્ટર
અલ્લુ અર્જુનની બહુચર્ચિત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ થાય એ પહેલાં જ એણે જગતભરમાંથી ૧૦૮૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ સુપરડુપર હિટ રહી એને પગલે આ ફિલ્મની સીક્વલની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે એણે રિલીઝ પહેલાં જ ધમાકો બોલાવી દીધો છે. ૬ ડિસેમ્બરે રિલીઝ થતી આ ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ ૬૬૦ કરોડ રૂપિયામાં વેચાયા છે જેમાં ૨૨૦ કરોડ આંધ્ર પ્રદેશ અને તેલંગણના, ૨૦૦ કરોડ ઉત્તર ભારતના, ૫૦ કરોડ તામિલનાડુના, ૩૦ કરોડ કર્ણાટકના, ૨૦ કરોડ કેરલાના અને ૧૪૦ કરોડ વિદેશના છે. આ ઉપરાંત નૉન-થિયેટ્રિકલ રાઇટ્સના એને ૪૨૫ કરોડ રૂપિયા મળ્યા છે. એમાં ૨૭૫ કરોડ રૂપિયા નેટફ્લિક્સ તરફથી, સૅટેલાઇટ રાઇટ્સના ૮૫ કરોડ રૂપિયા અને મ્યુઝિકના ૬૫ કરોડ રૂપિયા છે.