29 May, 2020 12:56 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને પણ બે વર્ષ પૂરા થઈ ગયા. પેડમેનની પ્રૉડ્યુસર અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ આ ખાસ અવસરે એક મેસેજ આપ્યો છે અને તે અક્ષય કુમાર માટે છે.
બોલીવુડ એક્ટર અક્ષય કુમાર હંમેશાં કંઇક નવા પ્રકારની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. અક્ષય કુમાર એક્ટિંગ સિવાય સામાજિક મુદ્દાને ફિલ્મોમાં બતાવવા માટે પણ જાણીતા છે. અક્ષયની એક એવી જ ફિલ્મ છે પેડમેન જેને બે વર્ષ થઈ ગયા છે. પેડમેનની પ્રૉડ્યુસર અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ આ ખાસ અવસરે એક મેસેજ આપ્યો છે અને આ મેસેજ ખાસ તો અક્ષય કુમાર માટે છે.
ટ્વિંકલ ખન્નાએ આ અવસરે લખ્યું છે કે, "અક્ષય કુમાર તમે નક્કી મારા આગામી પ્રૉડક્શનનો ભાગ નહીં રહો." અક્ષય કુમાર પોતાના હાજરજવાબીપણાં માટે પણ જાણીતા છે તો પછી તે આ અવસરે કેમ ચુપ રહી જાય. અક્ષય કુમારે ટ્વિંકલને જવાબ આપતાં લખ્યું છે કે, "પ્લીઝ મારા પેટ પર લાત ન મારો. ટીમને ટૅગ કરનાનું ભૂલી ગયો. મારી આખી ટીમને ટૅગ કરવાનું ભૂલી ગયો હતો."
હકીકતે સૌથી પહેલા અક્ષય કુમારે એક ટ્વીટ કર્યું હતું. અક્ષયે ફેન્સને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે તેમની ફિલ્મને બે વર્ષ થઈ ગયા છે. અક્ષયે પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું હતું, "પેડમેનને બે વર્ષ પૂરા થઈ ગયા છે અને મને ખુશી છે કે અમે એક એવો મુદ્દો ઉઠાવવામાં સફળ રહ્યા જેના પર લોકો વાત કરવાથી ખચકાય છે."
અક્ષય કુમારે પોતાના પહેલા ટ્વીટમાં ટ્વિંકલ ખન્નાને ટૅગ નહોતું કર્યું તો તેણે મજાકમાં કહ્યું કે હવેથી તમે મારા આગામી પ્રૉડક્શનમાંથી બહાર છો. ટ્વિંકલ ખન્નાએ પોતાના ફિલ્મી કરિઅરની શરૂઆત એક્ટિંગ દ્વારા કરી હતી. જો કે, ત્યાર બાદ તેણે એક્ટિંગથી દૂર થઈને લેખન અને ફિલ્મ પ્રૉડ્યૂસ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્વિંકલ દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ પેડમેન પણ હતી.