અજય-કાજોલ વચ્ચે ઑલ ઇઝ નૉટ વેલ?

19 February, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં તેમની રિલેશનશિપમાં કોઈ સમસ્યા હોવાની ચર્ચા ચાલી છે. લોકોને આ વાતનો અંદેશો સોશ્યલ મીડિયાથી જ મળ્યો છે.

અજય દેવગન અને કાજોલ

બૉલીવુડસ્ટાર અજય દેવગન અને કાજોલની ગણતરી બૉલીવુડના પાવર કપલ તરીકે થાય છે. તેમની મુલાકાત ૧૯૯૫માં આવેલી ‘હલચલ’ના સેટ પર થઈ હતી. ત્યાર બાદ બન્નેને પ્રેમ થઈ ગયો હતો અને તેમણે ૧૯૯૯ની ૨૪ ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધાં હતાં. તેઓ ગણતરીના દિવસમાં તેમની ૨૬મી વેડિંગ-ઍનિવર્સરી સેલિબ્રિટ કરવાનાં છે. આ દંપતીને દીકરી નિસા અને દીકરો યુગ છે અને તેમનું લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયામાં તેમની રિલેશનશિપમાં કોઈ સમસ્યા હોવાની ચર્ચા ચાલી છે. લોકોને આ વાતનો અંદેશો સોશ્યલ મીડિયાથી જ મળ્યો છે.

હકીકતમાં તાજેતરમાં ૧૪ ફેબ્રુઆરીએ અજયે પત્ની કાજોલ સાથેની એક જૂની રોમૅન્ટિક તસવીર શૅર કરીને લખ્યું કે બહુ પહેલાં નક્કી કરી લીધું હતું કે કોની સાથે દિલ શૅર કરવું છે અને આજ સુધી એની સાથે જ છું. આ પોસ્ટમાં અજયે પત્ની કાજોલને પણ ટૅગ કરી છે. જોકે બીજી તરફ કાજોલે આ પ્રેમભરી પોસ્ટનો હકારાત્મક પ્રતિભાવ આપવાને બદલે અલગ જ પોસ્ટ શૅર કરી. કાજોલે સોશ્યલ મીડિયામાં પોતાની સુંદર તસવીર શૅર કરીને લખ્યું કે ‘હૅપી વૅલેન્ટાઇન્સ ડે મારી જાતને, આ લવ યુ.’

વૅલેન્ટાઇન્સ ડેના દિવસે કાજોલની સેલ્ફ-લવ પર કરેલી પોસ્ટે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે અને લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે તેમની રિલેશનશિપમાં કોઈ સમસ્યા છે. કેટલાક મીડિયા-રિપોર્ટ્સનો દાવો છે કે અજય અને કાજોલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલે છે. જોકે આ મામલે કાજોલ કે અજયે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

ajay devgn kajol relationships valentines day bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news