20 January, 2025 12:46 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ લગ્ન કરી લીધાં
ભારતના સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ લગ્ન કરી લીધાં છે. ગઈ કાલે નીરજે પોતાનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે પોતાના પરિવાર સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી.
નીરજની પત્નીનું નામ હિમાની મોર છે. હિમાની ટેનિસ-પ્લેયર છે અને નીરજની જેમ હરિયાણાની જ છે.