સ્વૅગ સે કરેંગે શૂટિંગ

02 August, 2024 07:57 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ટર્કીનો શૂટર ઑલિમ્પિક્સમાં એક હાથ ખિસ્સામાં રાખી કોઈ પણ ઍક્સેસરીઝ વગર સિલ્વર મેડલ જીત્યો

ટર્કીનો શૂટર યુસુફ ડિકેચ ફક્ત નંબરવાળાં ચશ્માં પહેરીને આવ્યો હતો

ટર્કીનો ઑલિમ્પિક શૂટર યુસુફ ડિકેચ સોશ્યલ મીડિયા પર તેની શૂટિંગ-સ્ટાઇલને લીધે ચમકી ગયો છે. દુનિયાભરના શૂટર્સ આ કૉમ્પિટિશનમાં વિવિધ લેન્સ અને નૉઇસ કૅન્સલેશન હેડફોન્સ લઈને આવે છે. તેઓ શૂટિંગ માટેની સંપૂર્ણ કિટ સાથે આવે છે ત્યારે ટર્કીનો શૂટર યુસુફ ડિકેચ ફક્ત નંબરવાળાં ચશ્માં પહેરીને આવ્યો હતો. ૫૧ વર્ષનો યુસુફ તેની સ્ટાઇલ અને સ્વૅગને લીધે ચર્ચામાં છે. તેણે એક હાથ ખિસ્સામાં રાખીને શૂટિંગ કર્યું હતું. કોઈ પણ જાતના ટેન્શન વગરનો તેનો લુક જોઈને સોશ્યલ મીડિયા પર તેનાં મીમ્સ બની રહ્યાં છે. કેટલાક તો જોક કરી રહ્યા છે કે ટર્કીએ સીક્રેટ સ્પાય અથવા તો હિટમૅનને ઑલિમ્પિક્સમાં મોકલ્યો છે? ૧૦ મીટરની ઍર પિસ્ટલની મિક્સ્ડ ટુર્નામેન્ટમાં યુસુફ સિલ્વર મેડલ જીત્યો છે.

paris olympics 2024 Olympics turkey athletics sports sports news