ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પણ હૉકી સ્ટાર્સને સન્માનિત કર્યા

23 August, 2024 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓડિશા ૨૦૧૮થી રાષ્ટ્રીય પુરુષ અને મહિલા ટીમને સ્પૉન્સર કરી રહ્યું છે

નવીન પટનાયક સાથે ભારતીય હૉકી ટીમ

ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ગઈ કાલે પૅરિસમાં ઑલિમ્પિક્સમાં સતત બીજો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરુષ હૉકી ટીમના કેટલાક સભ્યોનું સન્માન કર્યું હતું. ઓડિશાની આ અગાઉની સરકારનું નેતૃત્વ કરનાર નવીન પટનાયકે ભારતીય હૉકીને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતીય ટીમ માટે પુરી બીચ પર સૅન્ડ આર્ટ

ઓડિશા ૨૦૧૮થી રાષ્ટ્રીય પુરુષ અને મહિલા ટીમને સ્પૉન્સર કરી રહ્યું છે. પટનાયકે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતશે. ભારતીય ટીમ બુધવારે અહીં પહોંચી ત્યારે એનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઓડિશા સરકાર દ્વારા તેમને લાખો રૂપિયાની પ્રાઇઝ મની આપવામાં આવી હતી. 

paris olympics 2024 Olympics Indian Mens Hockey Team hockey odisha sports sports news