18 January, 2025 08:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર, પ્રવીણ કુમાર, હરમનપ્રીત સિંહ, ગુકેશ ડીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયા હતા.
ઑલિમ્પિકમાં બે મેડલ મેળવનારી મનુ ભાકર, વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ગુકેશ ડી, ઇન્ડિયન મેન્સ હૉકી ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ પ્રવીણ કુમારને ગઈ કાલે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં આયોજિત સમારોહમાં આ પુરસ્કાર આપ્યા હતા. આ સમારોહમાં કુલ ૩૨ ખેલાડીઓને પણ અર્જુન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.